લંડનમાં ભારતીય મૂળના યુવાનની હત્યા કરનાર 26 વર્ષનો યુવક ઝડપાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

લંડનમાં ભારતીય મૂળના યુવાનની હત્યા કરનાર 26 વર્ષનો યુવક ઝડપાયો


(પીટીઆઇ) લંડન, તા.12 મે, 2019, રવિવાર

 હૈદરાબાદથી અત્રે આવીને વસેલા એક યુવાનની એક સુપરમાર્કેટના પાર્કિંગ પ્લોટમાં છાતીના ભાગમાં ચપ્પુ મારી હત્યા કરનાર યુવાનની આજે ધરપકડ કરી લેવામાં આવી હતી.

 વેલી પોલીસે મરનારની ઓળખાણ નદીમ ઉદ દીન હમીદ મોહમ્મદ તરીકે કરી હતી જે લંડન પાસેના સ્લોઘમાં શુક્રવારે માર્યા ગયો હતો. અકિબ પરવૈઝને રિડીંગ ક્રાઉન કોર્ટમાં રજૂ કરી તેની સામે હત્યાનો કેસ દાખલ કરાયો હતો.

નદીમ તેના માતા-પિતા અને સાત મહિનાની ગર્ભવતી પત્ની સાથે દક્ષિણ લંડનમાં રહેતો હતો.

'૨૬ વર્ષના રોચફોર્ડ ગાર્ડન્સ સ્લોઘનો અકિબ સામે એક કાઉન્ટનો હત્યાનો કેસ દાખલ કરાયો હતો'એમ થેમ્સ વેલી પોલીસે કહ્યું હતું.બુધવારે બપોરે ૧૨:૩૨ મિનિટે બનેલી એક ઘટનાના પરિણામે ૨૪ વર્ષના સાઉથોલના નદીમની ચપ્પુ મારીને હત્યા કરવામાં આવી હતી. અકિબ અને નદીમ એક બીજાને ઓળખતા હતા.

તેઓ બંને સ્લોઘમાં એક શોપ મેનેજર તરીકે કામ કરતા હતા. વેલિંગ્ટન સ્ટ્રીટમાં ટેસ્કોના કાર પાર્કમાં તેની છાતીમાં ચપ્પુ મારવામાં આવ્યો હતો. સબંધીઓ અનુસાર, નદીમ ખૂબ જ નમ્ર સ્વભાવનો હતો જેણે એક વર્ષ કરતાં પણ ઓછા સમયમાં ભારતમાં અફશા સાથે લગ્ન કર્યા હતા. અફશા હજુ તો ગયા મહિને જ નદીમ સાથે રહેવા લંડન આવી હતી.'

નદીમના ઘરમાં દરેક જણ આઘાતમાં છે. તેની પત્ની અફશાને હજુ સમજણ જ નથી પડતી કે શું થઇ ગયું.'એમ નદીમના કાકાએ કહ્યું હતું. પોલીસે કહ્યું હતું કે અમારા અધિકારીઓ શા માટે હત્યા કરવામાં આવી તેના કારણોની તપાસ કરી રહ્યા છે. કારણો જાહેર કરવામાં થોડો સમય લાગશે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HhFoPr

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages