મધ્ય ગુજરાતનો દારૃનો મોટો સપ્લાયર વડોદરાનો વિજુ સિન્ધી ૬ સાગરીતો સાથે ઉદેપુરના રિસોર્ટમાંથી પકડાયો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

મધ્ય ગુજરાતનો દારૃનો મોટો સપ્લાયર વડોદરાનો વિજુ સિન્ધી ૬ સાગરીતો સાથે ઉદેપુરના રિસોર્ટમાંથી પકડાયો

 વડોદરા,તા.3 મે,2019,શુક્રવાર

રાજસ્થાન,પંજાબ,હરિયાણા અને ગુજરાતમાં દારૃનું મોટું નેટવર્ક ધરાવતા વડોદરાના નામચીન બુટલેગર અને વડોદરાના ગેંગસ્ટર મુકેશ હરજાણીના હત્યા કેસમાં વોન્ટેડ આરોપી વિજય ઉર્ફે વિનોદ ઉર્ફે વિજુ સિન્ધીને રાજસ્થાનની ઉદેપુર પોલીસે એક રિસોર્ટમાંથી છ સાગરીતો સાથે દબોચી લીધો છે.

મધ્ય ગુજરાતમાં દારૃનો મોટો સપ્લાયર ગણાતો વડોદરાના વારસીયા વિસ્તારનો વિજુ  ઉર્ફે વિજય મુરલીધર ઉદવાણી (રહે.વલ્લભ કોમ્પ્લેક્સ,પરિવાર ચાર રસ્તા,વાઘોડિયારોડ, વડોદરા) છેલ્લા કેટલાક સમયથી રાજસ્થાન બોર્ડર પર બુટલેગરોની ગેંગ સાથે રાખી શરાબનું મોટેપાયે કટિંગ કરી રહ્યો હોઇ રાજસ્થાન પોલીસની તેના પર નજર હતી.

રાજસ્થાનના ઉદેપુર ખાતે કોડિયાત વિસ્તાર નજીક આવેલા અનંતા રિસોર્ટમાં ગઇકાલે ગુરૃવારે વિજય ઉર્ફે વિનોદ સિંન્ધી તેના સાગરીતો સાથે મીટિંગ કરનાર હોવાની વિગતોને પગલે ઉદેપુર એસએસપી સિધ્ધાંત શર્મા અને એસઓજીના ઇન્સપેક્ટર અબ્દુલ રહેમાન ટીમ સાથે ગોઠવાઇ ગયા હતા.

વિજુ તેના સાગરીતો સાથે રિસોર્ટના બુક કરેલા રૃમમાં જાય ત્યાંજ ચારેબાજુએથી પોલીસે આખી ગેંગને ઘેરી લેતાં તેઓ બઘવાઇ ગયા હતા.વિજુની સાથે વડોદરાના વારસીયા વિસ્તારનો નામચીન સુનિલ પ્રકાશ કેવલરામાની અને રાજસ્થાનના અન્ય પાંચ સાગરીતોને ઝડપી પાડયા હતા.પોલીસે દારૃના મોટે પાયે સપ્લાય કરવાના નેટવર્ક બદલ તમામને છ દિવસના રીમાન્ડ પર લઇ પૂછપરછ હાથ ધરી છે.



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LolLuv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages