લુખ્ખા તત્વો પર લગામ કસવા ફેકલ્ટીના ડીન સહિતની વહિવટી ઓફિસનું સ્થળાંતર કરાશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

લુખ્ખા તત્વો પર લગામ કસવા ફેકલ્ટીના ડીન સહિતની વહિવટી ઓફિસનું સ્થળાંતર કરાશે

વડોદરા,તા.3.મે.2019,શુક્રવાર

એમ.એસ.યુનિવર્સિટીની આર્ટસ ફેકલ્ટી માત્ર પઠાણ ગૂ્રપનો જ નહી પણ બહારથી આવતા બીજા અસામાજીક તત્વોનો પણ અડ્ડો બની ગઈ હોવાની છાપ મજબૂત બની ગઈ છે.

ખાસ કરીને બહારના અસામાજીક તત્વો આર્ટસ ફેકલ્ટીની કેન્ટીનમાં અને તેની બહાર અડ્ડો જમાવીને દાદાગીરી કરતા હોય છે.આવા તત્વો પર લગામ કસવાના ભાગરુપે આર્ટસ ફેકલ્ટી ડીન સહિત સમગ્ર વહિવટી ઓફિસનુ કેન્ટીનની બાજુમાં આવેલા સોશ્યોલોજી વિભાગની નીચે પાર્કિંગની જગ્યામાં સ્થળાંતર કરાશે.

હાલમાં આ જગ્યાનો કોઈ ઉપયોગ નથી થતો.કારણકે ફેકલ્ટીની અંદર વાહનો લાવવાની મનાઈ છે.આ ખાલી જગ્યામાં પણ બહારના તત્વો અડ્ડો જમાવીને બેસતા હોય છે.વહીવટી ઓફિસની સ્થળાંતર થવાથી ખાલી જગ્યાનો ઉપયોગ થશે અને કેન્ટીન સહિતના વિસ્તારો પર ડીનની નજર રહેશે તથા બહારના તત્વો પણ અહીંયા ફરકતા વિચાર કરશે.

સૂત્રોએ કહ્યુ હતુ કે, હાલમાં ફેકલ્ટીના ઐતહાસિક બિલ્ડિંગમાં ડીનની ઓફિસ છે.આ જ બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર વહીવટી ઓફિસ છે.જ્યાં  કર્મચારીઓ બેસે છે.નવી જગ્યાએ ડીન ઉપરાંત વાઈસ ડીન અને સ્ટુડન્ટ ડીનની ઓફિસનુ પણ સ્થળાંતર થશે.બીજી તરફ ડીનની ખાલી પડેલી રુમને મલ્ટી પર્પઝ સ્માર્ટ ક્લાસરુમમાં ફેરવવામાં આવશે.

આ પ્રસ્તાવને મંજૂરી મળી ગયા બાદ નવી ઓફિસનો નકશો પણ તૈયાર થઈ ગયો છે.ચૂંટણીની આચાર સંહિતા ખતમ થઈ ગયા બાદ નવી ઓફિસ બનાવવાની કામગીરી શરુ કરાશે.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VI78pv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages