વડોદરા,તા.3 મે,2019,શુક્રવાર
બુટલેગર વિજય ઉર્ફે વિજુનું રાજસ્થાન, ગુજરાત અને અન્ય રાજ્યોમાં નેટવર્ક હોઇ તેની સામે ૫૦ થી વધુ ગુના નોંધાયા હોવાનું રાજસ્થાન પોલીસે જણાવ્યું છે.
વડોદરાનો બુટલેગર વિજુ ઉદવાણી અને તેની ગેંગ હરિયાણા અને પંજાબમાંથી શરાબની ટ્રકો મંગાવી રાજસ્થાન બોર્ડર પર તેનું કટિંગ કરતી હોવાની રાજસ્થાન પોલીસને માહિતી હોઇ પોલીસ તેની તપાસમાં હતી.
ઉદેપુરના એસઓજીએ મીડિયાને કહ્યું હતું કે,વિજુ સામે હત્યાના ત્રણ તેમજ ગુજરાત,રાજસ્થાન સહિતના સ્થળોએ દારૃના કેસો મળી ૫૦ થી વધુ કેસો નોંધાયેલા છે.ડુંગરપુર પોલીસે તેને પકડનાર કે માહિતી આપનાર માટે રૃા.૨ હજારનું ઇનામ પણ રાખેલું હતું.રાજસ્થાન પોલીસે વડોદરા પોલીસ પાસે પણ તેના ગુનાહિત ભૂતકાળની વિગતો માંગતા તમામ પોલીસ સ્ટેશનો પાસે વિજુનો રેકોર્ડ માંગવામાં આવ્યો છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNHbF4
No comments:
Post a Comment