બ્રિટનના ધનકુબેરોની યાદીમાં હિન્દુજા બ્રધર્સ ટોચ પર: રૂબિન બ્રધર્સ બીજા ક્રમે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

બ્રિટનના ધનકુબેરોની યાદીમાં હિન્દુજા બ્રધર્સ ટોચ પર: રૂબિન બ્રધર્સ બીજા ક્રમે

 

(પીટીઆઇ) લંડન, તા.12 મે, 2019, રવિવાર

 બ્રિટનના વાર્ષિક માલેતુજાર લોકોની યાદીમાં આ વર્ષે ભારતીય મૂળના હિન્દુજા બ્રધર્સ ૨૨ અબજ પાઉન્ડની સંપત્તિ સાથે મોખરે રહ્યા હતા તો બીજા ક્રમ ૧૮.૬૬ અબજ પાઉન્ડ સાથે મૂળ મુંબઇના રૃબીન બ્રધર્સ રહ્યા હતા.

યુકેમાં હિન્દુજા ગુ્રપ ઓફ કંપનીઝ ચલાવતા શ્રીચંદ અને ગોપીચંદ હિન્દુજાની આવક અગાઉના વર્ષની આવકની સરખામણીમાં ૧.૩૫ અબજ વધી હતી. આમ તેઓ 'સન્ડે ટાઇમ્સ રિચ લિસ્ટ'માં મોખરે રહ્યા હતા.વર્ષ ૨૦૧૪ અને ૨૦૧૭માં તેઓ થોડા પાછળ ધકેલાયા હતા.

'બ્રિટન યુરોપીયન સંઘને છોડે કે ના છોડે, પણ ગોપી હિન્દુજાને વિશ્વાસ છે કે તેઓ પોતાના પરિવારની માતૃભૂમિ સાથે ગાઢ સબંધ રાખી શકશે'એમ હિન્દુજા ગુ્રપના ૭૯ વર્ષના સહ-અધ્યક્ષ જી.પી.હિન્દુજાને કહેતા ટાંકવામાં આવ્યા હતા.

યુકે સ્થિત૮૩ વર્ષના શ્રી,અનુક્રમે ેજીનીવા અને મુંબઇ રહેતા  તેમના ૭૩ વર્ષના ભાઇ પ્રકાશ અને ૬૮ વર્ષના અશોક હિન્દુજા સાથે મળીને આ ઉદ્યોગપતિ પાસે સમગ્ર વિશ્વમાં વર્ષ ૨૦૧૮માં  લગભગ ૪૦ અબજ પાઉન્ડનો ટર્નઓવર ધરાવતી  ૫૦ કંપનીઓ હતી, એમ યાદીમાં લખવામાં આવ્યું હતું.

પરિવાર પાસે વર્ષ ૨૦૦૬માં બ્રિટનની રાણી એલિઝાબેથ-બીજી પાસેથી ખરીદેલો કાર્લ્ટન હાઉસ  ટેરેસમાં ઇન્ટરકનેકટેડ લંડન હોમ્સ છે.તેમના વેપારની સ્થાપના તેમના પિતાએ ૧૯૧૪માં કરી હતી.

ગુજરાતી મૂળના ૬૫ વર્ષના ડોલર પોપટને ઇદી અમીને  યુગાન્ડાથી કાઢ્યા હતા ત્યારે તેઓ માત્ર ૧૭ વર્ષની વયે  દસ પાઉન્ડ લઇને આવેલા.તેમણે ટીએલસી ગુ્રપની સ્થાપના કરી હતી. તેઓ હાઉસ ઓફ લોર્ડ્ઝમાં  પ્રથમ ટોરી ગુજરાતી મનાય છે.તેઓ બ્રિટનમાં કેર હોમ અને હોટેલ વ્યવસાય સાથે સંકળાએલા છે.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LE5IZA

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages