હજુ પણ સમય છે ચીન ટ્રેડ ડીલ કરી લે, 2022 પછી સ્થિતિ વધુ ખરાબ થશે : ટ્રમ્પની ચેતવણી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

હજુ પણ સમય છે ચીન ટ્રેડ ડીલ કરી લે, 2022 પછી સ્થિતિ વધુ ખરાબ થશે : ટ્રમ્પની ચેતવણી


મારા આ કાર્યકાળમાં જ સ્થિતિ સુધારવાનો યોગ્ય સમય, બીજા કાર્યકાળમાં ચીનને વધુ તક નહીં મળે તેવી ચીમકી 

વોશિંગ્ટન, તા.12 મે, 2019, રવિવાર

અમેરિકા અને ચીન વચ્ચે ફરી ટ્રેડ વોર શરૃ થઇ ગયુ છે, વચ્ચે થોડા સમયના વિરામ બાદ અમેરિકા અને ચીન બન્નેએ એકબીજાની વસ્તુઓની આયાત ડયુટી વધારી દીધી છે. હાલમાં જ અમેરિકાએ ચીનની આશરે ૩૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર તવાઇ બોલાવી હતી. 

ત્યારે હવે અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પર દબાણ વધાર્યું છે. ટ્રમ્પે ચીનને ચેતવણી આપતા કહ્યું હતું કે હાલ જો આ વ્યાપાર વોરનો નિકાલ લાવવામાં ન આવ્યો તો બાદમાં બહુ જ મોડુ થઇ જશે. 

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે ચીન હાલ જ સમગ્ર મામલાનું નિરાકરણ લાવે નહીં તો મોડુ થઇ જશે અને ૨૦૨૨ બાદ ચીને જ ભોગવવંુ પડશે. હાલ અમેરિકા અને ચીન બન્ને એકબીજા સાથે વ્યાપાર યુદ્ધ કરી રહ્યા છે, અમેરિકા ચીની વસ્તુઓ પર પ્રતિબંધ લગાવવા માટે અને અમેરિકામાં પ્રવેશતી અટકાવવા માટે આયાત ડયુટી વધારી રહ્યું છે.

જ્યારે સામેપક્ષે ચીન પણ અમેરિકી વસ્તુઓ પર તે જ પ્રકારની કાર્યવાહી કરી રહ્યું છે.  ટ્રમ્પે આગળ કહ્યું કે મુશ્કેલી માત્ર એટલી જ છે કે તેઓ જાણે છે કે હું જીતવાનો છું, અમેરિકાના ઇતિહાસમાં સ્થિતિ વધુ સારી રહી છે અને રોજગારી પણ ઠીકઠાક રહી છે.

જો મારા આ જ કાર્યકાળમાં ચીન વાતચીત કરીને રસ્તો કાઢે તો ઠીક છે, અન્યથા મારા બીજા કાર્યકાળમાં સ્થિતિ વધુ ખરાબ થઇ જશે. હાલ જ સમય છે કે ચીન સમજે બાકી મને પણ મોટા પ્રમાણમાં આયાત ડયુટી મેળવવામાં મજા આવે છે. 

ટ્રમ્પે ચીનની ૨૦૦ અબજ ડોલરની આયાત થઇ રહેલી વસ્તુઓ પર આયાત ડયુટી ૧૦ ટકા વધારીને ૨૫ ટકા કરી દીધી છે. અને તેનો અમલ શુક્રવારે રાતથી જ લાગુ કરી દેવામાં આવ્યો હતો. અમેરિકા ચીન પાસેથી આયાત થનારી અન્ય ૧૦૦ અબજ ડોલરની વસ્તુઓ પર પણ આયાત ડયુટી ઝિંકવાની તૈયારીમાં છે, જોકે તેમાં હજુ સમય લાગી શકે છે. 

આ સ્થિતિ વચ્ચે હવે અમેરિકાના પ્રમુખ ટ્રમ્પે ચીનને વધુ એક ચીમકી આપતા કહ્યું છે કે હજુ પણ સમય છે ચીન સુધરી જાય, ૨૦૨૨ પછી સ્થિતિ વધુ ખરાબ કરી નાખીશું. 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LG6pl1

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages