
ગારીયાધાર, તા. 05 મે 2019, રવિવાર
ભાવનગર જિલ્લાના ગારિયાધારમાં આજે સાંજના 6.30 કલાકના અરસામાં કમૌસમી વરસાદ પડ્યો છે. 30 મીનીટ સુધી તેજ પવન સાથે પડેલા વરસાદના કારણે ગારિયાધારના નગરજનોને ગરમીમાં રાહત થઇ હતી પરંતુ આ કમૌસમી વરસાદને કારણે ખેડુતો ચિંતિત થયા છે.
ગત વર્ષે ચોમાસુ નબળું જતાં ગારિયાધાર તાલુકાને અછતગ્રસ્ત તાલુકો જાહેર કરવામાં આવ્યો હતો અને તાલુકાના મોટા ભાગના ખેડુતોએ ઉનાળું પાક પણ નથી લઇ શક્યા ત્યારે આ કમૌસમી વરસાદથી આગામી ચૌમાસું સમયસર અને સારુ જશે કે નહી તે અંગેની ચિંતા પ્રસરી છે.
અત્રે નોંધનિય છે કે, ગઇકાલે બોટાદ જિલ્લાના ગઢડા, ઉમરાળા અને ધોળા પંથકમાં પણ પવન સાથે માવઠું પડ્યું હતું. જ્યારે હવામાન વિભાગે આગામી બે-ત્રણ દિવસોમાં ગરમી વધવાની શક્યતા પણ નહીવત્ ગણાવી હતી.
from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jgc1j7
No comments:
Post a Comment