
વડોદરા, તા. 4 મે 2019, શનિવાર
વડોદરામાં બે દિવસ અગાઉ કિશનવાડી વિસ્તારમાં સહેલી ગરીબો માટે નૂરની યોજના હેઠળ બનાવેલા મકાનો માંથી એક મકાનની આખી છતના પોપડા તૂટી પડતા નાસભાગ મચી ગઇ હતી.
1664 મકાનો બનાવ્યાને હજી આઠ વર્ષ થયા છે ત્યાં તો અડધા મકાનોની હાલત જર્જરિત થઈ જતા વડોદરા કોર્પોરેશન આ તમામ મકાનોનું સ્ટ્રક્ચર સ્ટેબિલિટીનું ચકાસવાનું કામ હાથ પર લેશે.

વડોદરા કોર્પોરેશન આ તમામ મકાનોની સ્ટેબિલિટી તપાસવા માટે એક ટેન્ડર ફાઇનલ કરી દીધું છે. જોકે, ચૂંટણી આચારસંહિતાના કારણે આ ટેન્ડરની આગળની પ્રક્રિયા થઇ શકી નથી. હવે ટૂંક સમયમાં તે સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ મુકાશે કિશન વાડીના જે મકાનો છે તેના સ્ટ્રક્ચર સ્ટેબિલિટીના ટેસ્ટ માટે સલાહકારની નિમણુક ટૂંક સમયમાં થશે. શહેરી ગરીબો માટેની આ યોજના હેઠળ કુલ 21 હજાર મકાનો બન્યા છે, જેમાંથી સતત હજાર મકાનો લોકોને ફાળવી દીધા છે.
દરમિયાન વિરોધ પક્ષ કોર્પોરેશનના કોંગ્રેસના નેતાએ કહ્યું છે કે ગરીબોના મકાનોની યોજના જેટલા પણ મકાનો બન્યા છે અથવા તો હાલમાં બની રહ્યા છે તે તમામની સ્ટેબિલિટી અને બાંધકામની ક્વોલિટીની તપાસ કરાવવી જોઈએ અને તેનો રિપોર્ટ કોર્પોરેશનની સમગ્ર સભામાં રજૂ કરવો જોઈએ.

આ મકાનોમાં જ્યાં રીપેરીંગ કરવું પડે તેમ હોય ત્યાં તાત્કાલિક રીપેર કરવા અને એમાંય કિશન વાડીના મકાનોના રીપેરીંગનું કામ પહેલા કરો સામાન્ય રીતે કોન્ટ્રાક્ટરની 10 વર્ષની જવાબદારી હોય છે તો આવી પેલીંગનો તમામ ખર્ચ તેનું રીપેરીંગ કામ કોન્ટ્રાક્ટર પાસે કરાવવું જોઈએ.
કિશનવાડીના મકાનની હલકી કામગીરી કરવા બદલ કોન્ટ્રાક્ટર સામે કાર્યવાહી કરી બ્લેક લિસ્ટ કરવા તેમજ નાણાકીય દંડ કરવાની માગણી કરી કોર્પોરેશનના જે તે અધિકારી અને કોન્ટ્રાક્ટર સામે ફોજદારી પગલાં ભરવા રજૂઆત કરી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VLezMT
No comments:
Post a Comment