પૂર્વ વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીને એમ્ફી થિયેટરની ગિફ્ટ આપશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

પૂર્વ વિદ્યાર્થીઓ ટેકનોલોજી ફેકલ્ટીને એમ્ફી થિયેટરની ગિફ્ટ આપશે

વડોદરા,તા.4.મે.2019,શનિવાર

એમ.એસ.યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીના પૂર્વ વિદ્યાર્થીઓએ ફેકલ્ટીમાં એમ્ફી થિયેટર બાંધી આપવાનુ નક્કી કર્યુ છે.આ પ્રોજેક્ટ પર  કામ શરુ પણ થઈ ગયુ છે.

લગભગ ૧૫ લાખ રુપિયાના ખર્ચે બનનારા એમ્ફી થિયેટરમાં ૬૦૦ જેટલા વિદ્યાર્થીઓ બેસી શકશે.વાઈસ ચાન્સેલરના હસ્તે એમ્ફી થિયેટરનુ ખાત મૂર્હત ગઈકાલે,શુક્રવારે કરવામાં આવ્યુ હતુ.

મળતી વિગતો પ્રમાણે ફેકલ્ટીમાં ૧૯૮૬ થી ૧૯૯૦ દરમિયાન અભ્યાસ કરનારા પૂર્વ વિદ્યાર્થીઓનુ જાન્યુઆરી મહિનામાં રિયુનિયન યોજાયુ હતુ.આ રિયુનિયનમાં સામેલ થનારા પૂર્વ વિદ્યાર્થીઓ પૈકીના એક નરેન્દ્ર જાટકિયા કહે છે કે, અમે ફેકલ્ટીને કોઈ પ્રકારે મદદ કરવી જોઈએ તેવી ચર્ચા કરી હતી.એ પછી ફેકલ્ટીની પણ અમે મુલાકાત લીધી હતી અને અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓના સૂચનો લીધા હતા.જેના આધારે એમ્ફી થિયેટર બાંધી આપવાનુ અમે નક્કી કર્યુ હતુ.

તેઓ કહે છે કે, સિવિલ એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓ હોવાના નાતે એમ્ફી થિયેટરની ડિઝાઈનથી માંડીને બાંધકામની જવાબદારી પણ અમે જ ઉઠાવી લીધી છે.અમે ઈચ્છીએ છે કે, બીજા પૂર્વ વિદ્યાર્થીઓ પણ પોતાની માતૃ સંસ્થા પ્રત્યેનુ ઋણ અદા કરવા માટે આગળ આવે.

આ પહેલા પૂર્વ વિદ્યાર્થીઓના એક જૂથે ફેકલ્ટીની સફાઈ માટે ક્લિનિંગનો કોન્ટ્રાક્ટ આપ્યો હતો.હાલમાં આ કામગીરી પણ ચાલી રહી છે.આમ સત્તાધીશોના વહિવટમાં પડેલા ગાબડા પૂર્વ વિદ્યાર્થીઓ પૂરી રહ્યા છે.




from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LkoAwl

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages