ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને આર્ટ વર્ક અને ડિસપ્લે માટે એવોર્ડ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

ફાઈન આર્ટસ ફેકલ્ટીના વિદ્યાર્થીઓને આર્ટ વર્ક અને ડિસપ્લે માટે એવોર્ડ

વડોદરા, તા. 3 મે 2019, શુક્રવાર

એમ.એસ.યુનિ.ની ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે હાલમાં જ અભ્યાસક્રમના ભાગરુપે વિદ્યાર્થીઓએ કરેલા આર્ટ વર્ક તેમજ બેસ્ટ ડિસપ્લે માટે પ્રોત્સાહન એવોર્ડના ભાગરુપે સ્કોલરશિપ તેમજ સર્ટિફિકેટ આપવામાં આવ્યા છે.

ફાઈન આર્ટસ ફેકલ્ટી ખાતે અપ્લાઈડ, ગ્રાફિક્સ, પેઈન્ટિંગ અને સ્કલ્પચર આ ચારેય વિભાગમાં છેલ્લા કેટલાંક વર્ષોથી ભૂતપૂર્વ પ્રોેફેસર તેમજ વિદ્યાર્થીઓની યાદમાં સર્ટિફિકેટ તેમજ સ્કોલરશિપ આપવામાં આવે છે. જેમાં પેઈન્ટિંગ વિભાગના ત્રણ વિદ્યાર્થીઓ મહાવીર વઢવાણાને જેરામ પટેલ, નિલિમા નાથને નસરીન મોહમદી અને પંકજ શર્માને કલ્પના રેડ્ડી એવોર્ડ મળ્યો છે. પ્રો.ઈન્દ્રપ્રોમિત રોયે જણાવ્યું કે, ભૂતપૂર્વ ડીન જેરામ પટેલની યાદમાં ચારેય વિભાગમાં વિદ્યાર્થીઓના ઉત્તમ આર્ટવર્ક તેમજ ડિસપ્લે માટે આ એવોર્ડ છેલ્લા બે વર્ષથી આપવામાં આવે છે. ઉપરાંત ભૂતપૂર્વ વિદ્યાર્થિની કલ્પના રેડ્ડીની યાદમાં તેના પરિવાર દ્વારા છેલ્લા ચાર વર્ષથી તેમજ ભૂતપૂર્વ પ્રો.નસરીન મોહમદીની યાદમાં તેના પરિવાર તરફથી છેલ્લા ૧૧ વર્ષથી વિદ્યાર્થીઓને એવોર્ડ આપવામાં આવે છે.

ઉપરાંત સ્કલ્પચર વિભાગમાં એક વર્ષથી મહેતા કાકા તેમજ છ વર્ષથી ચીન્મય પ્રમાણિક મેમોરિયલ એવોર્ડ વિદ્યાર્થીઓને એનાયત કરાય છે. સ્કલ્પચર વિભાગમાં આ વર્ષે ડેનિયલ બાબુને જેરામ પટેલ, અભિષેક ચક્રવર્તીને મહેતાકાકા તેમજ સુભાષિત સરદારને ચીન્મય પ્રમાણિક મેમોરિયલ એવોર્ડ આપવામાં આવ્યો છે.  માસ્ટરના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતો અને એવોર્ડ મેળવનાર સુભાષિત સરદારે પોતાના આર્ટ વિશે જણાવ્યું કે, આ વર્ક મેં મજૂરોને સમર્પિત કર્યું છે. કારણકે કોઈ પણ ઈમારત ઉભી કરવામાં સૌથી મોટો ફાળો મજૂરોનો હોય છે પરંતુ લોકો હંમેશા મજૂરોને ભૂલી ઈમારતની કલા-કૃતિ તેમજ બાંધકામની જ વખાણ કરતા હોય છે. માટે મજૂરોની મહેનત દર્શાવતી પીલર પર છબી, મજૂરીકામના સાધનો વગેરે રજૂ કર્યા છે.

ગુજરાતી પરંપરાના સમુહ લગ્નને આર્ટના માધ્યમથી દર્શાવ્યા

પેઈન્ટિંગ વિભાગમાં જેરામ પટેલ એવોર્ડ મેળવનાર મહાવીર વઢવાણાએ પોતાના આર્ટ વિશે જણાવ્યું કે, ગુજરાતમાં સમુહ લગ્નની બોલબાલા ઘણી વધી રહી છે. જેને આધારે મેં પરંપરાગત સાજ-શણગાર સજેલા જોડાઓ તેમજ રીતિ-રિવાજોને ચિત્ર સ્વરુપે રજૂ કર્યા છે. ચિત્રમાં સમુહ લગ્નમાં જોવા મળતા વિવિધ ચહેરાઓ પરંતુ એક જ પ્રકારના પહેરવેશ ધારણ કરેલા વર-વધુને કંડાર્યા છે. 



from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Llc287

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages