ઇમારતોમાં ગેરકાયદે રૂમો ઉતારી ધમધમતા હીરાના કારખાનામાં ફાયર સેફ્ટીનું શું? - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

ઇમારતોમાં ગેરકાયદે રૂમો ઉતારી ધમધમતા હીરાના કારખાનામાં ફાયર સેફ્ટીનું શું?


ભાવનગર, તા. 25 મે 2019, શનિવાર

સુરતમાં બનેલી ગમખ્વાર ઘટનાને પગલે અનેક સવાલો ઉભા થયા છે. આ ઘટનામાં માસુમ વિદ્યાર્થીઓના કરૃણ મોત થયા અને તંત્ર સફાળુ જાગ્યું છે. જો કે, આવી ઘટના માત્ર ટયુશન ક્લાસીસમાં જ નહીં પરંતુ અનેક લોકો કામ કરતા હોય તેવા હીરાના કારખાના, નાના ઉદ્યોગો વિગેરેમાં પણ બની શકે છે. તંત્ર જ્યારે જાગ્યું છે ત્યારે આ બાબતે પણ પુરા પગલા લે તે આવશ્યક છે.

ભાવનગરમાં બોરતળાવ, સરિતા સોસાયટી, કુમુદવાડી, તળાજા રોડ, શિવાજી સર્કલ સહિતના વિસ્તારોમાં અનેક હીરાના કારખાનાઓ ધમધમે છે. મોટા કારખાનાઓ જ્યાં 100થી વધુ કારીગરો છે ત્યાં તો નિયમસરની સુવિધાઓ હોય શકે પરંતુ નાના અને મધ્યમ કક્ષાના આવા કારખાનાઓમાં કોઇ જ દરકાર લેવાતી નથી. મોટાભાગના કારખાનાઓ બિલ્ડીંગોની અગાશી અને માર્જીન જગ્યામાં પતરાના શેડ કે પછી ગેરકાયદે ચણતર ઉભુ કરીને કારખાનાઓ શરૂ કરી દેવાયા છે.

આવા કારખાનાઓમાં ન તો ફાયર સેફ્ટીના કોઇ સાધનો હોય છે ન તો અન્ય કોઇ જ વ્યવસ્થા. હેવી ઇલેક્ટ્રીક કનેક્શન ધરાવતા આવા એકમોમાં કોઇપણ ઘડીએ દુર્ઘટના ઘટી શકે છે. તંત્રએ જાગવું જરૂરી છે તો કારખાનેદારોએ પણ કારીગરોના હિતમાં સલામતીના નિયમો પાળવા અને વ્યવસ્થા કરવી જરૂરી છે.


from Bhavnagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VP3Fld

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages