
- અલથાણ ટેનામેન્ટમાં યુવા અનસ્ટોપેબલ કાર્યસંસ્થા દ્વારા ૩૦ બાળકોને રમત-ગમત, ગીત-સંગીત, સ્વચ્છતાના પાઠ ભણાવાય રહયા છે
(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 13 મે 2019, સોમવાર
ગરીબ પરિવારના બાળકોને ભણાવવાની પ્રવૃત્તિ ઘણી સંસ્થાઓ કરી રહી છે. સુરતના કૉલેજીયન ગુ્રપે ગરીબ બાળકો માટે સમર કેમ્પ યોજીને તેમને રમત-ગમત અને સ્વચ્છતાના પાઠ શીખવવાનું શરૂ કર્યું છે. અલથાણ ટેનામેન્ટમાં શરૂ કરાયેલા સમર કેમ્પમાં ૩૦ બાળકોને અધર એકટીવીટી સાથે તેમનામાં છુપાયેલી શક્તિને પણ બહાર લાવવાનો પ્રયાસ છે.
સ્કૂલોમાં વેકેશન પડી ગયું છે. સિટીમાં ઘણા બાળકોને વિવિધ સમર કેમ્પમાં તેમના વાલીઓએ મુકી દીધા છે. જોેકે, ગરીબ પરિવારના બાળકોને સમર કેમ્પનો આર્થિક ખર્ચ પરવડે તેમ નથી. તેથી યંગસ્ટર અને કૉલેજીયોની સમાજસેવી કાર્યસંસ્થા 'યુવા અનસ્ટોપેબલ' દ્વારા ખાસ ગરીબ બાળકો માટે સમર કેમ્પ યોજવામાં આવ્યો છે. પંદર દિવસનો આ સમર કેમ્પ તા.૧૨મેથી સિટીના અલથાણ ટેનામેન્ટ ખાતે શરૂ કરાયો છે.
મંથન દેસાઇએ જણાવ્યું કે, હાલમાં કેમ્પમાં ગરીબ પરિવારના ૩૦ બાળકો જોડાયા છે. તેમને ખાસ કરીને રમત-ગમતની અને અન્ય પ્રવૃત્તિ કરાવાઇ રહી છે. જેમાં ડાન્સ, ગીત-સંગીત વગેરે પણ છે. ઉપરાંત સ્વચ્છતાના મૂળભુત પાઠ, અને સ્વચ્છતા અંગે સમજ અપાઇ રહી છે. જેથી તે સારા નાગરિક તરીકેની જવાબદારી સમજી શકે. અધર એકટીવીટી થતી બાળકોમાં છુપાયેલી શક્તિ પણ બહાર આવશે. કેમ્પમાં બાળકો માટે ભોજનની વ્યવસ્થા પણ કરાઇ છે.
હાલમાં યુવા અનસ્ટોપેબલના ૧૦ મેમ્બર આ ગરીબ બાળકોને વિવિધ પ્રવૃતિ કરાવી રહયા છે. જેમાં નિરમા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ પણ વોલેન્ટીયર તરીકે જોડાયા છે. પોકેટ મનીમાંથી પૈસા બચાવી અને નાના પાયે ફંડ એકત્ર કરીને કૉલેજીયનોએ શરૂ કરેલી આ પ્રવૃતિ અન્યોના સહકારથી આગામી સમયમાં અન્ય વિસ્તારોમાં પણ શરૂ કરવા આયોજન છે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30h6gI1
No comments:
Post a Comment