અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉરને લીધે ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ 25% ઘટયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

અમેરિકા-ચીન વચ્ચે ટ્રેડવૉરને લીધે ડાયમંડ જ્વેલરી એક્સપોર્ટ 25% ઘટયું


- મજબૂત ડોલરે ગોલ્ડને વધુ મોંઘું બનાવતા ચીન, બેંગ્કોક, સિંગાપોરમાં એક્સપોર્ટ કામકાજ કરતા જ્વેલર્સને અસર

(પ્રતિનિધિ દ્વારા) સુરત, તા. 13 મે 2019, સોંમવાર

વૈશ્વિક સ્તરે અમેરિકા-ચીન વચ્ચેના ટ્રેડ-વારને કારણે બન્ને દેશો વચ્ચે તણાવની સ્થિતિ છે અને તેને કારણે આગળ શું થશે ? થશે કે નહીં એની પર સૌની નજર છે. અત્યારે અનિશ્ચિતતાનું વાતાવરણ છે. પરંતુ આને કારણે ડાયમંડ જ્વેલરી ઉદ્યોગનું એક્સપોર્ટ ૨૫ ટકા જેટલું ઓછું થઈ ગયું છે, એમ જ્વેલરી કામકાજ સાથે સંકળાયેલા તુષાર ચોકસીએ વાતચીત દરમિયાન જણાવ્યું હતું.

અમેરિકા અને ચીન વિશ્વના બે પાવરફુલ દેશો હોઇ, બંને દેશો વચ્ચેના તણાવની અસર ભારત સહિત સમગ્ર વિશ્વના દેશોની કરન્સી પર આવી છે.  નિકાસ કામકાજનો સઘળો આધાર ફોરેન કરન્સી ઉપર અવલંબિત છે અને આ અનિશ્ચિતતાની સીધી અસર પેમેન્ટ પર આવતી હોય છે. ટ્રેડ વોરને કારણે ડાયમંડ અને જવેલરીનું એકસપોર્ટ ૨૫ ટકા જેટલું ઓછું થઈ ગયું છે.

વળી ટ્રેડ-વારને કારણે અન્ય કરન્સીઓની સરખામણીમાં મજબૂત ડોલર સોનાને વધુ મોંઘો બનાવી રહ્યો છે. તેથી ચીન, બેંગકોક અને સિંગાપોર સાથે નિકાસ કામકાજ કરતા જ્વેલર્સને આની સીધી જ અસર થઈ છે. ખાસ કરીને હીરા અને સોનાના વેપારને.

તેમણે જણાવ્યું કે, ઘણા વેપાર-ધંધા એકબીજા સાથે સંકળાયેલા હોય છે.હીરા કે જ્વેલરી ઉદ્યોગમાં કામકાજ વધે અને તેજી આવે તો તેની અસર રિયલ એસ્ટેટ ક્ષેત્રે પણ આવતી હોય છે. અત્યારે એવો સમય છે કે, લોકો પોતાની પાસેના ફંડનો ક્યાં ઉપયોગ કરવો એ જજ કરી શકતા નથી. પૈસા હોય તોપણ, એને ક્યાં વાપરવું કે ક્યાં રોકાણ કરવું એની દ્વિધા હોય છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VmbsXp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages