
(વિશેષ પ્રતિનિધિ) મુંબઈ, તા.23 મે 2019, ગુરુવાર
મહારાષ્ટ્રમાં કોંગ્રેસ પાર્ટીની જે કારમી હાર થઈ એ અંગે પાર્ટીની કારોબારીની બેઠક બોલાવવામાં આવશે અને આ ચૂંટણીના દરેક મુદ્દાઓને લઈને સમીક્ષા કરવામાં આવશે. એવી સ્પષ્ટતા મહારાષ્ટ્ર પ્રદેશ કોંગ્રેસના અધ્યક્ષ અશોક ચવ્હાણએ પત્રકારો સાથેની વાતચીતમાં કરી હતી. આ ચૂંટણીમાં અમે જનતાએ જે આદેશ આપ્યો છે એ અમે શીરોધામી માનીએ છીએ. જનતાને અમેં દોષ આપીશું નહીં. અમને જનતાએ જે જવાબદારી સુપરત કરી છે એ જવાબદારી અમેં નિભાવીશું એવું પણ અશોક ચવ્હાણએ કહ્યું.
લોકોએ જે આદેશ આપ્યો છે એનો અમે ખુલા દિલથી સ્વીકાર કરીએ છીએ, એમ કહીને અશોક ચવ્હાણએ આગળ ઉમેર્યું કે, પાર્ટીની હારની જવાબદારી મારી છે. હું આ જવાદારીનો નૈતિક રીતે સ્વીકાર કરું છું.
છેલ્લાં પાંચ વર્ષોથી રસ્તા ઉપર ઉતરીને અમારા દરેક કાર્યકર્તાએ સંઘર્ષ કર્યો. આ સંઘર્ષ લોકોની સમસ્યાઓ માટે હતો પણ લોકોએ અમારા તરફ ધ્યાન આપ્યું નહીં. અમને સફળતા મળી નહીં, એનું જ અમને દુખ છે. આ ચૂંટણીમાં કોંગ્રેસના કાર્યકર્તાઓએ ઘણી મહેનત કરી આ તમામ કાર્યકર્તાઓનું તેમજ અમારા ઉપર વિશ્વાસ વ્યક્ત કરનારા લાખો મતદાતાઓનો હું આભાર વ્યક્ત કરું છું, એમ પણ અશોક ચવ્હાણએ કહ્યું.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VZFvt1
No comments:
Post a Comment