શિવસેનાએ છેલ્લી ઘડીએ ભાજપ સાથે યુતિ કરવાનું ડહાપણ દેખાડયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

શિવસેનાએ છેલ્લી ઘડીએ ભાજપ સાથે યુતિ કરવાનું ડહાપણ દેખાડયું


(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 23 મે 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણીના પરિણામમાં મહારાષ્ટ્રમાં વિજયી સમીકરણમાં ગણિત માંડવું હોય તો હાલની ઘડીએ રાજકારણમાં ખેલાડી તરીકે ઉધ્ધવ ઠાકરે કહી શકાય. કારણ કે ગત સાડા ચાર વર્ષ સુધી ભાજપની સતત ટીકા અને વિરોધ કરનારા શિવસેનાએ લોકસભાની ચૂંટણી અંતિમ ઘડીએ ભાજપ સાથે યુતિ કરી હતી. તે વેળા શિવસેનાની અનેકે ટીકા કરી હતી.

યુતિના લીધે ભાજપ કરતાં મોટું નુકસાન શિવસેનાને થશે એમ કહેવાતું હતું. પણ પ્રત્યક્ષ આજે બહાર આવેલા પરિણામ જોતાં શિવસેનાને ન ફાયદો કે નુકસાન થયું એવું સ્વરૂપ રહ્યું છે.

લોકસભાની ચૂંટણીના પરિણામમાં શિવસેનાને પ્રસ્થાપિત જનતાએ સાથ આપ્યો નહિ. પણ હાતકણગલે, કોલ્હાપૂર, ઉસ્માનાબાદ, પાલઘર આ જગા જીતીને ઉધ્ધવ ઠાકરેએ ખાધ ભરી દીધી હતી. શિરુર અમરાવતી, રાયગઢ આ મતદાર સંઘ શિવસેનાના હાથમાંથી નીકળી ગઈ છે. પણ અન્ય મતદાર ક્ષેત્રમાંથી જીત મેળવીને શિવસેનાએ બેઠક સરભર કરી દીધી છે.

માવળમાંથી એન.સી.પી.ના નેતા અજીત પવારના પુત્ર પાર્થ પવારને હરાવીને શિવસેનાના શ્રીરંગ બારણે ગઢ સાચવી રાખ્યો હતો. અમરાવતીમાંથી શિવસેનાના આનંદરાવ અડસૂળ અને રાયગઢથી કેન્દ્રીય પ્રધાન અનંત ગીતે પરાજિત થયા હતા.

લોકસભાની ચૂંટણીનું પરિણામથી સ્પષ્ટ થયું છે કે ભાજપ પ્રણીત એન.ડી.એ. કેન્દ્રમાં સ્થાપના માટે સ્પષ્ટ બહુમતી મળી છે. શિવસેના ભાજપનો જૂનો મિત્ર પક્ષ છે. ગત અનેક વર્ષથી હિંદુત્વનો મુદ્દા પર બન્ને પક્ષ એકત્રિત છે.

આ વેળા ચૂંટણીમાં સફળતા મળતાં શિવસેનાને આગામી સમયમાં નિશ્ચિત લાભ મળશે. કેન્દ્રમાં સત્તામાં શિવસેનાનો મહત્ત્વનો ફાળો મળી શકે છે. આથી રાજકારણમાં ટાયપિંગ સાધવા બદલ ઉધ્ધવ ઠાકરે ચાલક બની શકયા છે.



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HOvtkP

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages