કડીના ઈરાણામાં પ્રતિબંધીત ગુટખા બનાવતી ફેક્ટરી પર તંત્ર ત્રાટક્યું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

કડીના ઈરાણામાં પ્રતિબંધીત ગુટખા બનાવતી ફેક્ટરી પર તંત્ર ત્રાટક્યું

મહેસાણા,તા.5 મે 2019, રવિવાર

મહેસાણા જિલ્લાના કડી તાલુકાના ઈરાણા ગામની સીમમાં આવેલા ખેતરના  તબેલામાં ગત મોડી રાત્રીએ ડાયરેક્ટર જનરલ ઓફ ગુડઝ સર્વિસીસ ટેક્સ ઈન્ટેલીજન્સ (ડીજીજીઆઈ) અને મહેસાણા ખોરાક અને ઔષધીય નિયમન તંત્રની ટીમોએ બાતમી આધારે ઓચિંતો છાપો માર્યો હતો. આ દરોડામાં ગુટખા બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ થયો હતો. રાતભર ચાલેલા સર્ચ ઓપરેશનમાં  તંત્રએ પ્રતિબંધીત ગુટખા બનાવવાની રૃ.૫ લાખની કિંમતની જુદી જુદી સામગ્રી કબજે કરી હતી. જે પૈકી  તપાસ કરી અલગ અલગ નવ જેટલા નમૂના પૃથ્થકરણ માટે મેળવ્યા હતા.

ડાયરેક્ટર જનરલ ઓફ ગુડઝ સર્વિસીસ ટેક્સ ઈન્ટેલીજન્સ (ડીજીજીઆઈ) વિભાગના ડેપ્યુટી ડાયરેક્ટર નલીન બિલોયન સીનીયર ઈન્ટેલીજન્સ ઓફીસર સૌરભ અરોરાની ટીમ દ્વારા શનિવાર રાત્રીએ કડી તાલુકાના ઈરાણા ગામ ગુટખા બનાવતા યુનિટ પર છાપો મારવામાં આવેલ હતો. આ દરોડામાં ખોરાક ઔષધ અને નિયમન તંત્રના ફુડ સેફ્ટી કમિશનર ડી.એચ.જી. કોશીવાની ટીમ પણ જોડાઈ હતી. જેમાં ડી.એચ.જી. કોશિયાની રાહબરી હેઠળ કડીના રાજપુર ખાતે રહેતા યુનુસભાઈ ચાંદમીયા ચૌહાણના ઈરાણા ગામની સીમમાં આવેલ ખેતરમાં આવેલ તબેલામાં મોડી રાત્રી સુધી તપાસ હાથ ધરી હતી. આ તપાસમાં ઘેમચૈ અને જચર્હાય (જહય) બ્રાન્ડના ગુટખાનુ ઉત્પાદન, પેકીંગનુ કામ કાજ થતું હોવાનું ખુલવા પામ્યું હતું.

અહીં ફુડ એન્ડ ડ્રગની ટીમે અહીંથી નવ જેટલા નમૂના ફુડ સેફ્ટી એક્ટ મુજબ લેવામાં આવ્યા હતા. ઉપરાંત આ બોગસ  ફેક્ટરી પરથી ૧૬૯૮ કિ.ગ્રા. ગુટખાનો જથ્થો સ્થળ પરથી જપ્ત કરવામાં આવ્યો હતો. ફુડ એન્ડ ડ્રગ મહેસાણાની ટીમે ઉક્ત ફેક્ટરી પરથી કુલ રૃ.૫,૩૫,૯૬૦નો જથ્થો જપ્ત કરી સ્થળ પરથી મેળવેલ નવ જેટલા નમૂના જરૃરી પૃથ્થકરણ માટે ખોરાક અને ઔષધ નિયમન તંત્રની લેબોેટરીમાં મોકલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

શનિવાર આખી રાત કાર્યવાહી ચાલી

ઈરાણા સીમમાં પ્રતિબંધીત હોવાછતાં ગુટખાની ફેક્ટરી ધમધમી રહી છે તેવી બાતમી અને અનેક રજૂઆતો અને રાડ ઉઠવા પામતા ફુડ એન્ડ ડ્રગ તંત્ર સહિત ડીજીજીઆઈ તંત્ર સફાળુ જાગ્યું હતું અને ઉક્ત સ્થળ પર આકસ્મિક છાપો માર્યો હતો. આ કાર્યવાહી શનિવાર સાંજથી લઈ પરોઢ સુધી ચાલી હતી. તંત્રની કાર્યવાહીને પગલે જિલ્લામાં બોગસ ફેક્ટરીઓ ધરાવતા તત્વોમાં ફફડાટ પ્રસરી જવા પામ્યો છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y9o6ek

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages