અમીરગઢ,તા.5 મે 2019, રવિવાર
અમીરગઢ તાલુકામાં આવેલ જેસોર વન્ય અભ્યારણ્યમાં વન વિભાગ દ્વારા વિશ્વ રીંછ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સ્થાનિક લોકોને બચાવ તથા સંરક્ષણ માટે ઝીણવટભરી સમજણ આપવામાં આવી હતી.
વિશ્વ રીંછ દિવસની ઉજવણીમાં વન વિભાગ દ્વારા લોકોને રીંછ વિશેની વિસ્તૃત માહિતી આપી સમજણ આપેલ હતી કે ગત ચોમાસામા નહિવત વરસાદના કારણે જંગલ વિસ્તારમાં પાણી ન મળવાથી પાણી તથા ખોરાકની શોધમાં ઘણીવાર રીંઝ જેવા વન્ય પ્રાણીઓ ગામડાઓમાં આવી ચડે છે. જેમાં માનવ અને રીંછ વચ્ચે ઘર્ષણ વધેલ છે. જેથી આ ઘર્ષણમાં રીંછથી બચવું તથા રીંછના સંરક્ષણ અને સંવર્ધન માટે સહભાગી બનવા માટે અપીલ કરવામાં આવી હતી. વન વિભાગે જણાવેલ કે રીંછ એ નિશાચર પ્રાણી છે. જે હંમેશા રાત્રિ દરમિયાન ફરતું દેખાઈ રહે છે. રીંછ ખોરાકની શોધમાં રાત્રિ દરમિયાન વિચરતું હોય છે. રીંછનુ મુખ્ય ખોરાકમાં ઉંધઈ, મધ, ટીમરૃ, કરમદા, બોર, ગરમાળો, બિલા, રાયણ, ગુંદા, વડ, જાંબુ, કીડી, મકોડા, ઉબરા, મહુડા વિગેરેનો ઉપયોગ કરે છે.
ગુજરાતમાં સૌથી વધારે રીંછ બનાસકાંઠાના જંગલ વિસ્તારોમાં આવેલ છે. જેમાં જેસોર વન્ય અભ્યારણ્યમાં સૌથી વધુ ૭૫ જ્યારે બનાસકાંઠાના બાલારામ અને અંબાજી અભ્યારણ્યમાં મળી આશરે કુલ ૧૨૦ જેટલા રીંછો બનાસકાંઠાના જંગલોમાં વિચરી રહ્યા છે. જેસોર અભયારણ્યમાં રીંછો પાણી તથા ખોરાકની શોધમાં ગામડાઓમાં આવી ચડે છે અને ઘણીવાર મનુષ્યો ઉપર જીવલેણ હુમલાઓ કરે છે. માટે આ સમસ્યાના સમાધાન માટે વન વિભાગ દ્વારા જંગલ વિસ્તારમાં રીંછ, દીપડા અને ઝરખ જેવા પ્રાણીઓ માટે પાણીના કુંડ બનાવી તેમાં ટેન્કરો મારફતે પાણી ભરવામાં આવી રહ્યું છે. જેથી મનુષ્યો ઉપર થતા હુમલાઓને અટકાવી શકાય છતાંપણ સ્વબચાવ માટે તંત્રએ લોકોને અપીલ કરેલ છે.
from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H41jLe
No comments:
Post a Comment