ફ્રેન્ચ ઓપન : ફેડરર અને સિલીચનો વિજયી શુભારંભ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

ફ્રેન્ચ ઓપન : ફેડરર અને સિલીચનો વિજયી શુભારંભ

પેરીસ, તા.૨૬

વર્ષ ૨૦૧૫ પછી પહેલી વખત ફ્રેન્ચ ઓપનમાં રમી રહેલા સ્વિસ લેજન્ડ ફેડરરે ઈટાલીના સોનેગોને સીધા સેટોમાં ૬-૨, ૬-૪, ૬-૪થી હરાવીને વિજયી શુભારંભ કર્યો હતો. છઠ્ઠો સીડ ધરાવતા ગ્રીસના યુવા ખેલાડી સિત્સિપાસે જર્મનીના માર્ટેરેરને ૬-૨, ૬-૨, ૭-૬ (૭-૪)થી પરાસ્ત કરીને બીજા રાઉન્ડમાં પ્રવેશ મેળવી લીધો હતો. 

સાતમો ક્રમાંક ધરાવતા જાપાનના નિશિકોરીએ ફ્રેન્ચ ક્વોલિફાયર હૅલીને હરાવ્યો હતો. જોકે ભારતના પી. ગુનાસ્વરનનો પ્રથમ રાઉન્ડની મેચમાં બોલિવિયાના હ્યુગો ડેલીઅન સામે ૧-૬, ૩-૬, ૧-૬થી પરાજય થયો હતો. ફ્રાન્સના નિકોલસ માહુતે ઈટાલીના ૧૫મો ક્રમાંક ધરાવતા સેચિનાટોને ૨-૬, ૬-૭ (૬-૮), ૬-૪, ૬-૨, ૬-૪થી હરાવ્યો હતો. 

૧૧મો સીડ ધરાવતા સિલીચે ઈટાલીના ફાબ્બિઆનો સામે ૬-૩, ૭-૫, ૬-૧થી જીત હાંસલ કરી હતી. બલ્ગેરિયાના ડિમિટ્રોવે ૬-૩, ૬-૦, ૩-૬, ૬-૭ (૪-૭), ૬-૪ના મેરેથોન મુકાબલા બાદ સર્બિયાના ટિપ્સારેવિચને પરાસ્ત કર્યો હતો. 

વિમેન્સ સિંગલ્સમાં ૧૮ વર્ષની રશિયાની ૮૧મો ક્રમાંક ધરાવતી પોટાપોવાએ ૬-૪, ૬-૨થી પાંચમો ક્રમાંક ધરાવતી જર્મનીની કેર્બરને હરાવીને મેજર અપસેટ સર્જ્યો હતો. બેન્સીચ અને મુગુરાઝાએ આગેકૂચ કરી હતી. 




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wtgaar

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages