અપૂર્વી ચંદેલાએ 0.2 પોઈન્ટના અંતરથી શૂટિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ જીત્યો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

અપૂર્વી ચંદેલાએ 0.2 પોઈન્ટના અંતરથી શૂટિંગ વર્લ્ડકપમાં ગોલ્ડ જીત્યો

નવી દિલ્હી, તા.૨૬

ભારતીય શૂટર અપૂર્વી ચંદેલાએ જર્મનીમાં યોજાયેલા શૂટિંગ વર્લ્ડકપમાં માત્ર ૦.૦૨ પોઈન્ટના અંતરથી ગોલ્ડ મેડલ જીતીને સનસનાટી મચાવી હતી. અપૂર્વીએ ૧૦ મીટર એર રાઈફલની ઈવેન્ટમાં આ સફળતા મેળવી હતી, તેણે સિઝનના બીજા વર્લ્ડકપની ગોલ્ડ મેડલ જીતવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી. 

જયપુરની શૂટરે ૨૫૧.૦૦ના સ્કોર સાથે ગોલ્ડ મેડલ હાંસલ કર્યો હતો. જ્યારે ચીનની વાંગ યુયોવને ૨૫૦.૮ના સ્કોર સાથે સિલ્વર મેડલથી સંતોષ માનવો પડયો હતો. ચીનની જ ક્ષુ યોંગે ૨૨૯.૪ના સ્કોર સાથે બ્રોન્ઝ મેડલ હાંસલ કર્યો હતો. અપૂર્વીએ ચાલુ વર્ષે ફેબુ્રઆરીમાં જ ઘરઆંગણે યોજાયેલા વર્લ્ડકપમાં વિશ્વવિક્રમ સાથે ગોલ્ડ મેડલ જીત્યો હતો.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MbMGdp

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages