ઇસ્ટર સન્ડેના બોમ્બરને એક પાકિસ્તાની બ્રિટિશ મૌલ્વીએ કટ્ટરવાદી બનાવ્યો હતો - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

ઇસ્ટર સન્ડેના બોમ્બરને એક પાકિસ્તાની બ્રિટિશ મૌલ્વીએ કટ્ટરવાદી બનાવ્યો હતો


(પીટીઆઇ) કોલંબો, તા.14 મે, 2019, મંગળવાર

તાજ સમુદ્ર હોટલને બોમ્બથી ઉડાડવાનો પ્રયાસ કરનાર ઇસ્ટર સન્ડેના બોમ્બરને એક પાકિસ્તાની-બ્રિટિશ મૌલ્વી અંજુન ચૌધરીએ કટ્ટરવાદી બનાવ્યો હતો જ્યારે એ લંડનની એક યુનિ.માં અભ્યાસ કરતો હતો, એમ માધ્યમોના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું. ચાના વેપારમાં મોટું નામ ધરાવનાર પરિવારનો ૩૭ વર્ષનો અબ્દુલ લતીફ મોહમ્મદ જમીલ કિંગ્સ્ટન યુનિ.માં ભણતો હતો ત્યારે આ મૌલ્વીનો મળ્યો હતો.

૫૨ વર્ષનો ચૌધરી બ્રિટનનો સૌથી વધુ વગ ધરાવતો અને ખતરનાક ઇસ્લામી વિદ્વાન મનાય છે. ઇસ્લામીક સ્ટેટને મદદ કરવા બદલ તેને ૨૦૧૬માં જેલ મોકલી દેવામાં આવ્યો હતો, પરંતુ ૨૦૧૮માં છુટી ગયો હતો. 

આતંકવાદ વિરોધી નિષ્ણાતો કહે છે કે ચૌધરીનું જુથ અલ મોહાજરિન નેટવર્ક ફરીથી સક્રિય થઇ રહ્યું છે. ચાર બાળકોનો પિતા અબ્દુલ લતીફ મોહમ્મદ જમીલ શ્રીલંકન કટ્ટરપંથીઓ અને આઇએસ વચ્ચેની કડી હતો, એમ શ્રીલંકાના સુરક્ષા દળોના વડાએ કહ્યું હતું.

૩૬૦ લોકોના જીવ લેનાર નવ સભ્યોની ઇસ્ટર બોમ્બર ટીમમાં જમીલ એક સભ્ય હતો. તેમણે ત્રણ ચર્ચ અને ત્રણ હોટલો પર બોમ્બ ફેંક્યા હતા. પરંતુ તાજ સમુદ્ર હોટલનો બોમ્બ નિષ્ફળ ગયો હતો.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HinwVY

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages