ચીને વધુ બે ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સ યુદ્ધ જહાજ સામેલ કર્યા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

ચીને વધુ બે ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સ યુદ્ધ જહાજ સામેલ કર્યા


બેઇજિંગ, તા.14 મે, 2019, મંગળવાર

પોતાની નેવીનું ત્વરિત વિસ્તરણ કરી રહેલા ચીને વધુ બે ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સ યુદ્ધ જહાજ સામેલ કરી લીધા છે. આ સાથે જ ચીનની નેવીમાં આવા યુદ્ધ જહાજની સંખ્યા વધીને ૨૦ થઇ ગઇ છે. 

ચીનના સત્તાવાર અખબારના જણાવ્યા અનુસાર દરિયા કાંઠે આવેલા શહેર ડેનિયલમાં બે ટાઇપ ૦૫૨ડી ગાઇડેડ મિસાઇલ ડિસ્ટ્રોયર્સ લોન્ચ કરવામાં આવ્યા હતાં. આ અખબારના અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે આ પોતાની પ્રકારના ૧૯મા અને ૨૦માં યુદ્ધ જહાજ છે. આ અહેવાલ મુજબ ચીન હજુ પણ આવા પ્રકારના યુદ્ધ જહાજ તૈયાર કરી રહ્યું છે.

આ ડિસ્ટ્રોયર્સ ત્વરિત, ઉચ્ચ ગતિશિલતાવાળા લાંબા અંતરવાળા મહાકાય યુદ્ધ જહાજ છે જેનો ઉપયોગ વિમાન વાહક તરીકે પણ કરવામાં આવે છે. પીપલ્સ લિબરેશન આર્મી નેવીએ ગયા મહિને પોતાના ૭૦મી વર્ષગાઠની ઉજવણી કરી હતી. જેમાં આઇએનએસ કોલકાતા અને આઇએનએસ શક્તિ સહિતના ભારતીય નેવીના જહાજોએ પણ ભાગ લીધો હતો 



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WPYB1r

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages