(પીટીઆઇ) બેઇજિંગ, તા. ૧૪
બેઇજિંગ વેપાર સમજૂતી માટે સંમત નહીં થાય તો અમેરિકા ચીનની બાકીની વસ્તુઓ ઉપર પણ ડયુટી નાખશે તેવી ટ્રમ્પની ધમકીનો જવાબ આપતા ચીને જણાવ્યું છે કે અમને નબળા ન સમજતા, અંત સુધી લડી લઇશું.
ચીને અમેરિકાની ૬૦ અબજ ડોલરની વસ્તુઓ પર ડયુટી વધારતા બંને દેશો વચ્ચેેનો વેપાર યુદ્ધ વધુ તીવ્ર બની ગયો છે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ચીને અમેરિકામાં ૫૩૯ અબજ ડોલરની નિકાસ કરી હતી જેની સામે અમેરિકાએ ચીનમાં માત્ર ૧૨૦ અબજ ડોલરની નિકાસ કરી હતી.
ઉલ્લેખનીય છે કે ચીન સાથેની મંત્રણા પડી ભાંગતા ગયા સપ્તાહમાં ટ્રમ્પે ચીનની ૨૦૦ અબજ ડોલરની વસ્તુઓ પરની આયાત ડયુટી દસ ટકાથી વધારી ૨૫ ટકા કરી હતી.
ચીનની ટિપ્પણીનો જવાબ આપતા ટ્રમ્પે એક નિવેદનમાં જણાવ્યું છે કે હાલમાં અમેરિકામાં આયાત થતી ચીનની ૨૫૦ અબજ ડોલરની વસ્તુઓ પર ૨૫ ટકાના દરે ડયુટી વસૂલવામાં આવે છે. હજુ પણ ચીનની ૩૨૫ અબજ ડોલરની વસ્તુઓ બાકી છે જેના પર અમે ડયુટી વધારી શકીએ છીએ.
ટ્રમ્પે જણાવ્યું છે કે અમને જે અબજો ડોલર ડયુટી મળશે તેમાંથી અમે કેટલીક રકમ આપણા દેશના ખેડૂતોને આપીશું કારણકે ચીનની જવાબી કાર્યવાહીને કારણે આપણા દેશોના ખેડૂતોને પણ કઇંક અંશે નુકસાન થશે.
ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં આયોજિત ઇફતર પાર્ટીમાં જણાવ્યું હતું કે આગામી ચાર સપ્તાહમાં સ્થિતિ સ્પષ્ટ થઇ જશે. આગામી ત્રણછી ચાર સપ્તાહમાં સ્પષ્ટ થઇ જશે કે ચીન સામે ભરવામાં આવેલુ પગલુ સફળ રહ્યું છે કે નહીં.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HjS9KE
No comments:
Post a Comment