મસૂદ અઝહર આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર: ભાજપના નેતાઓ ખોટી ક્રેડિટ લઈ રહ્યા છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

મસૂદ અઝહર આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર: ભાજપના નેતાઓ ખોટી ક્રેડિટ લઈ રહ્યા છે



ગાંઘીનગર તા. 3 મે 2019, શુક્રવાર

છેલ્લા બે દાયકાથી ભારતમાં વિવિધ રાજ્યોમાં આતંકવાદી હુમલાને અંજામ આપવા માટેનો માસ્ટરમાઈન્ડ મસૂદ અઝહર આખરે આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરી દેવાયો છે જેના માટે ભાજપ સરકારના કેન્દ્રના તેમજ ગુજરાતના નેતાઓ ક્રેડિટ લઈ રહ્યા છે પરંતુ સોશિયલ મીડિયા પર આ મુદ્દાને લઈને જબરજસ્ત ટીકાઓ થઈ રહી છે જેમાં વાસ્તવિકતા શું છે તે પણ દર્શાવાયું છે જેમકે યુએન કાઉન્સિલે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કર્યો તે માટે ફ્રાન્સ ઈંગ્લેન્ડ અને અમેરિકાએ પ્રપોઝલ મુકી હતી તેમજ યુએનના ડ્રાફ્ટમાં પુલવામાં એટેક કે કાશ્મીરના ત્રાસવાદની ઘટનાનું કોઇ ઉલ્લેખ કર્યો નથી પરંતુ યુએનના ટ્રસ્ટ માં અલકાયદા સાથેના સંબંધોને કારણે અઝહર મસૂદ ને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કર્યો છે.

આ પ્રસ્તાવમાં કાશ્મીર કે ભારતમાં મસૂદ અઝહર દ્વારા કરાયેલા ત્રાસવાદનો એક પણ ઉલ્લેખ કરાયો નથી બીજી બાજુ ભાજપના કેન્દ્રીય નેતાઓ અને ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના ભાજપના ટોચના નેતાઓ મસૂદ અઝર ના મુદ્દે ક્રેડિટ લઈ રહ્યા છે તેમજ એવો દાવો કરી રહ્યા છે કે મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કરવા પાછળ ભારતની કૂટનીતિ નો વિજય થયો છે વાસ્તવમાં આ વાત બિલકુલ પાયાવિહોણી જણાય છે તેમજ ભાજપના નેતાઓ ખોટી ક્રેડિટ લઈને ચૂંટણીમાં તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે આવી વાત સોશિયલ મીડિયા પર થઈ રહી છે.

અત્રે નોંધનીય છે કે 1994માં કાશ્મીર બાધી મસુદ ની ધરપકડ થઈ હતી અને તે પાંચ વર્ષ સુધી ભારતીય જેલમાં રહ્યો હતો પરંતુ 1999માં મસુદ ને છોડવા માટે ત્રાસવાદીઓએ ભારતીય વિમાનનું અપહરણ કર્યું હતું આ ફ્લાઇટ ને પહેલા અમૃતસર લઈ જવાઈ હતી જ્યાં ભારત સરકાર પાસે કાર્યવાહી કરવાની પૂરી તક હતી આમ છતાં કશું કર્યું ન હતું ત્યારબાદ આ પ્રયત્ને લાહોર અને ત્યાંથી અફઘાનિસ્તાનના કંદહાર લઇ જવાઇ હતી.

બીજી બાજુ કેન્દ્રની ભાજપની વાજપેયી સરકારના મંત્રી જશવંતસિંહ તથા હાલના ભારત સરકારના સુરક્ષા સલાહકાર અજિત ડોભાલ મસૂદ અઝર તથા અન્ય બે ત્રાસવાદીને લઈને ખાસ વિમાનમાં બહાર ગયા હતા જ્યાં ત્રણે છોડી દીધા હતા અને અપહરણ કરાયેલા વિમાનના મુસાફરોને લઈને પરત ભારત આવી ગયા હતા આમ ભાજપ સરકારે ખતરનાક ત્રાસવાદી મસૂરને છોડી દીધો હતો જ્યારે હવે તેને આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી જાહેર કર્યો છે તેમાં પણ તદ્દન ખોટી રીતે ક્રેડિટ લેવાનો પ્રયત્ન કરે છે જેની ખૂબ જ કડક આલોચના સોશિયલ મીડિયામાં થઇ રહી છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WiRrSS

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages