
ગાંધીનગર, તા. 03 મે 2019, શુક્રવાર
મોરવાહ હડફથી અપક્ષ ધારાસભ્ય ભુપેન્દ્રસિંહ ખાંટનું ધારાસભ્ય પદ રદ્દ થયું છે. તેમનું જાતિનું પ્રમાણપત્ર ખોટું સાબિત થયું હોવાથી તેમનું ધારાસભ્ય પદ રદ્દ કરવામાં આવ્યું છે. ભૂપેન્દ્રસિંહ ખાંટ અનુસુચિત જનજાતિ માટે રિઝર્વ બેઠકથી ચૂંટણી લડ્યા હતા અને જીત્યા હતા. પરંતુ વર્ષ 2010થી તેમના જાતિના પ્રમાણપત્રનો કેસ ચાલતો હતો અને આ અંગે કોર્ટના ચૂકાદા બાદ મહામહિમ રાજ્યપાલને ત્યાંથી રિપોર્ટ આવ્યો હતો.
ભુપેન્દ્રસિંહ ખાંટનું જાતિપ્રમાણ કોર્ટમાં પત્ર ખોટુ પુરવાર થયુ છે. જેને લઈને રાજ્યપાલે મોરવાહડફની સીટ ખાલી કરવાનું કહેતા ભૂપેન્દ્રસિંહ ખાટને સ્પીકર રાજેન્દ્રત્રિવેદીએ સસ્પેન્ડ કરવાની કામગીરી કરી છે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DNPcjn
No comments:
Post a Comment