પંચમહાલના છેવાડાના વલ્લવપુર ગામમાં પીવાનાં પાણીની સમસ્યા ઉકેલાઈ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

પંચમહાલના છેવાડાના વલ્લવપુર ગામમાં પીવાનાં પાણીની સમસ્યા ઉકેલાઈ



ગાંધીનગર તા.3 મે 2019, શુક્રવાર

પંચમહાલ જિલ્લાનાં શહેરા તાલુકાનું છેવાડાનું ગામ વલ્લવપુરમાં છેલ્લા દસેક દિવસથી પીવાનાં પાણીની સમસ્યા સર્જાઈ હતી, જે માટે તંત્ર દ્વારા ઝડપથી કામગીરી હાથ ધરી પીવાનાં પાણીની સમસ્યાને હળવી બનાવવામાં આવી છે. 

ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડના નાયબ કાર્યપાલક ઈજનેર પી.એમ. બામણે જણાવ્યું હતું કે ગામમાં નવી ટાંકી બનાવવામાં આવી  હોવાથી જૂની અને નવી ટાંકીના પાઈપલાઈન જોડવાની કામગીરી ચાલતી હોવાથી લગભગ ૭ દિવસ દરમિયાન પાણી આપવાનું બંધ રાખવામાં આવ્યું હતું. ગામમાં ૧૫ વર્ષથી વણાકબોરી જૂથ પાણી પૂરવઠા યોજના અંતર્ગત ગ્રામજનોને પાણી આપવામાં આવે છે. ગામમાં ૨,૦૦,૦૦૦ લિટરનો સંપ બનાવવામાં આવ્યો છે. આ પહેલાના વર્ષોમાં ગામમાં પાણીની સમસ્યા ઉદભવી નહોતી. 

વલ્લવપુર ગામ જૂના અને નવા બે ભાગમાં વહેંચાયેલું છે. ગામમાં ૪૮ જેટલા હેન્ડપંપ આવેલા છે. ગામનાં નિશાળ ફળિયા અને ઝાલા ફળિયામાં પાણી પ્રેશરથી પહોંચતું નથી તેમ ડેપ્યુટી સરપંચ કિરીટસિંહ પર્વતસિંહ સોલંકીએ જણાવ્યું હતું. તેમણે રાવળવાસ અને ઝાલા ફળિયા પાસે મીનીજૂથ પાણી પૂરવઠા યોજના બનાવવામાં આવે તો નવા વલ્લવપુરની પાણીની સમસ્યાનો કાયમ માટે ઉકેલ આવી શકે છે. 

તે મુજબ જૂના વલ્લવપુરમાં જે મહીસાગર નદીને અડીને આવેલું છે ત્યાં પાણીની મોટર, પાઈપલાઈન અને આનુસંગિક વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે પરંતુ વીજ જોડાણનાં કારણે આ યોજના હજી સુધી શરૂ થઈ શકી નથી.

વીજ જોડાણ મળી જાય તો જૂના વલ્લવપુરની પાણીની સમસ્યા પણ સંપૂર્ણ રીતે હલ થઈ શકે તેમ છે. વલ્લવપુર ગામના કેટલાક હેન્ડપંપમાં પાણીનો સ્વાદ જુદો આવે છે. જેથી ગ્રામજનો આ હેન્ડપંપના પાણીનો ઉપયોગ કરતા નથી. આ હેન્ડપંપના પાણીની ચકાસણી કરી તે અંગે યોગ્ય કાર્યવાહી થાય તો પાણની સમસ્યા હલ થઈ શકે તેમ છે. 

હાલમાં જૂના અને નવા વલ્લવપુર ગામમાં ૪ જેટલા ફળિયાઓને પીવાના પાણીની મુશ્કેલી છે, જેને યોગ્યા પગલા દ્વારા દૂર કરી શકાય તેમ છે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DHTqJh

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages