વડોદરા,તા.14.મે.2019,મંગળવાર
એમ.એસ.યુનિવર્સિટીમાં આર્ટસ ફેકલ્ટીના સેેન્ટ્રલ એસેસમેન્ટ હોલમાંથી ઉત્તરવહીઓ બહાર લઈ જઈને જવાબો લખાવવાના કૌભાંડમાં બનાવાયેલી તપાસ કમિટીએ ૩૭ પૈકી ૩૦ ઉત્તરવહીઓની ચકાસણી કરી લીધી છે.આ પૈકી ૧૮ ઉત્તરવહીઓમાં બહારથી જવાબો લખાયા હોવાનુ જણાઈ આવ્યુ છે.
સૂત્રોએ ક્હયુ હતુ કે, આજે સતત બીજા દિવસે કમિટીએ ઉત્તરવહી કૌભાંડમાં પોતાની કામગીરી ચાલુ રાખી હતી.આ માટે આજે કમિટીએ આર્ટસના અધ્યાપકને પણ બોલાવ્યા હતા.આ કમિટીએ ૩૭ પૈકી ૩૦ ઉત્તરવહીઓની ચકાસણી આજે પૂર્ણ કરી હતી.
જેમાં ૧૮ ઉત્તરવહીઓમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાનુ જણાઈ આવ્યુ હતુ.આ ઉત્તરવહીઓમાં લખાયેલા કેટલાક જવાબોમાં પેનની શાહીનો રંગ પણ અલગ અલગ પડતો હતો.સાથે સાથે અક્ષર પણ બદલાયેલા હોય તેમ લાગ્યુ હતુ.મતલબ કે ઉત્તરવહીમાં અલગ અલગ સમયે જવાબો લખાયા હોવાનુ જણાઈ આવતુ હતુ.
આ સિવાય બાકીની પાંચ ઉત્તરવહીઓ એવી જણાઈ આવી છે જે ભૂલથી એક વિષયના બંડલની જગ્યાએ બીજા વિષયના બંડલમાં મુકાઈ ગઈ હોય.બાકીના વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓમાં બહારથી જવાબો લખાયા હોય તેવુ કમિટીને લાગ્યુ નથી પણ તેમની ઉત્તરવહીઓ કોપી કરવા માટે બહાર લઈ જવાઈ હોઈ શકે છે.હજી બીજી સાત ઉત્તરવહીઓની ચકાસણી બાકી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WP2vrm
No comments:
Post a Comment