દુકાળગ્રસ્ત વિસ્તારો માટે સરકારની 530 કરોડની જોગવાઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

દુકાળગ્રસ્ત વિસ્તારો માટે સરકારની 530 કરોડની જોગવાઇ


(વિશેષ પ્રતિનિધિ) મુંબઇ, તા. 4 મે 2019, શનિવાર

રાજ્યની અછતની પરિસ્થિતિમાં આવતા જુલાઇ મહિનાના અંત સુધી પાણીની ઉપલબ્ધતા થવાના દ્રષ્ટીથી રાજ્યમાના વિશેષતઃ મરાઠવાડા, નાશિક, વિદર્ભના ડેમમાના પાણી સંચયનું સુયોગ્ય પદ્ધતિથી નિયોજન કરવાની સૂચના રાજ્યના મુખ્ય સચિવ યુ.પી.એસ. મદાને સંબંધિત વિભાગીય આયુક્ત, જિલ્લાધિકારીઓ અને જિલ્લા પરિષદના મુખ્ય કાર્યકારી અધિકારીઓને આપી છે.

પાણીના અછતગ્રસ્ત ગામડાઓમાં ટેકરથી સારી રીતે નિયમિત પાણી પુરવઠો થશે એવી તકેદારી લેવાની સૂચના પણ મુખ્ય સચિવે આપી. મહારાષ્ટ્રની પીવાના તેમજ ખેતી, જનાવરો માટે લાગતુ પાણી હાલની દુકાળગ્રસ્ત પરિસ્થિતિના કારણે મળવું મુશ્કેલ થઇ ગયું છે. આવા અછતગ્રસ્ત પરિસ્થિતિની જાણકારી લઇને યોગ્ય તે તમામ ઉપાયયોજનાઓ માટે મુખ્ય સચિવ યુ.પી.એસ. મદાનની હાજરીમાં અછતગ્રસ્ત વિસ્તારના સંબંધિત ડિવીઝનલ કમિશનર્સ, કલેક્ટર્સ, જિલ્લા પરિષદના સીઇઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું.

પાણી પુરવઠા વિભાગના મુખ્યસચિવ શામલાલ ગોપાલ આ સમયે હાજર રહ્યા હતા. અછતગ્રસ્ત વિસ્તારમાં ઉપાયયોજનાઓ કરવા માટે ૨૦૧૮-૨૦૧૯ આ વર્ષ માટે ૫૩૦ કરોડ રૂપિયાનું ભંડોળ વિપરિત કરવામાં આવ્યું છે. ૧૫૦થી વધુ ટેંકર શરૂ છે એવા ઠેકાણે યોગ્ય પ્રમાણમાં શુદ્ધ પાણીનો પુરવઠો કરવામાં આવે. તેમજ ટીસીએસ  પાઉડરથી પાણી શુદ્ધ  બનાવીને ચોખ્ખી રીતે આપવામાં આવે છે કે નહી આ પ્રત્યે તકેદારી રાખવામાં આવે. 

ટેંકરથી પાણી પુરવઠો કરવામાં આવતા ગામડાઓના નિયમિત પાણી પુરવઠો કરવામાં આવે. ટેન્કરની ફેરીઓમાં અનિયમિતતા ના થાય એના માટે બ્લોક ડેવલપમેન્ટ ઓફિસરે રોજે રોજ જીપીએસ દ્વારા જાણકારી લેવી. ટેંકરનું પાણી ભરવાવાળા  ઠેકાણે નિશ્ચિત સમય માટે પાણી ઉપલબ્ધ થશે એની તકેદારી રાખવી પાણી ખતમ થયા બાદ ક્યાંથી પાણી લાવી શકાય આ અંગે પણ નિયોજન કરવું, એવા આદેશ મુખ્યસચિવ મદાને આપ્યા છે. 

રાજ્યમાં હાલ ૨૩ જિલ્લાઓમાં ૧૮૨ તાલુકાઓમાં ૩ હજાર ૬૯૯ ગામડા અને ૮ હજાર ૪૧૭ વાડીઓમાં ૪ હજાર ૭૭૪ ટેન્કરથી પાણી પુરવઠો કરવામાં આવે છે જેમાં ઔરંગાબાદ જિલ્લામાં એક હજાર, અહેમદનગર જિલ્લામાં ૭૩૨, બીડ જિલ્લામાં ૭૬૧, જાલના જિલ્લામાં ૭૫૯ ટેન્કર શરૂ છે. એવી જાણકારી આપવામાં આવી.

રાજ્યમાં ૧ હજાર ૨૭૬ ઘાસ ચારાની બાવણીઓ શરૂ છે જેમાં ૮ લાખ ૬૮ હજાર ૨૩૯૧ જનાવરો દાખલ થયા છે. ત્યાં જ પુણે વિભાગમાં સાતારા, સોલાપૂર, સાંગલી જિલ્લામાં ૧૧૧ છાવણીઓ તેમજ ઔરંગાબાદ વિભાગમાં ઔરંગાબાદ, બીડ અને ઉસ્માનાબાદમાં ૬૮૨ છાવણીઓ શરૂ છે અને આ ઠેકાણે મફતમાં રસીકરણ, તબીબી સારવાર આપવામાં આવે છે. 

મહારાષ્ટ્રમાં દુકાળને લગતા કાર્યો કરવા ચૂંટણી પંચની પરવાનગી

રાજ્ય સરકારને કામગીરીને પ્રચાર ન કરવાની તાકીદ

મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી અશ્વનીકુમારને મહારાષ્ટ્રમાં દુકાળ ગ્રસ્ત વિસ્તારમાં સરકાર તરફથી કામ કરવા માટે આચારસંહિતા હળવી કરવાની માંગણી એક પત્ર દ્વારા કરી હતી. એને ચૂંટણી પંચે પ્રતિસાદ આપતા ચૂંટણી પંત તરફથી દુકાળગ્રસ્ત વિસ્તારમાં કામ કરવા માટે રાજ્ય સરકારને પરવાનગી આપવામાં આવી છે. 


જ્યાં ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઇ છે ત્યાં સરકારને કામ કરવા ઉપર કોઇ જાતનું બંધન નથી, એવું ચૂંટણી પંચ તરફથી કહેવામાં આવ્યું છે પણ ખાલી કરેલા કામોનો પ્રચાર, પબ્લિસિટી કરવામાં ના આવે એના તરફ ધ્યાન આપવાની સૂચના કરવામાં આવી છે.

મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણી ૨૦૧૯ માટે મતદાનના ૪ તબક્કા ૨૯ એપ્રિલ ૨૦૧૯ના દિવસે જ પૂર્ણ થયા હોવાથી રાજ્યમાં જે વિસ્તારમાં દુકાળની પરિસ્થિતિ છે એવા ઠેકાણે આચાર સંહિતા હળવી કરીને લોકોને રાહત આપવાની વિનંતી મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે કરી હતી.

દુકાળનો મુકાબલો કરવા માટે અનેક પ્રકારના કામો ઝડપથી પૂર્ણ કરવા જરૂરી છે, કૂવા ખોેદવા પાણી પુરવઠા યોજનામાં સુધારા, કૈનાલની દેખભાળ આ કામો ઉનાળામાં જ કરવો પડે છે. કેન્દ્ર સરકારે ૪૭૧૪ કરોડ રૂપિયાનું ભંડોળ રાજ્યપાસે મોકલ્યું છે એ પ્રત્યેનો નિર્ણય આ બધી વાતો મુખ્ય પ્રધાને ચૂંટણી પંચ તરફ ધ્યાનમાં  લાવી દીધા બાદ ચૂંટણી પંચ તરફથી સરકારને પરવાનગી આપી ૨૦૦૯નો દાખલો પણ મુખ્ય પ્રધાને આપ્યો હતો. 



from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vElNn6

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages