મહેસાણામાં લાખવડી ભાગોળ રોડ પર ભર ઉનાળે ચોમાસાનો માહોલ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Tuesday, 14 May 2019

મહેસાણામાં લાખવડી ભાગોળ રોડ પર ભર ઉનાળે ચોમાસાનો માહોલ

મહેસાણા તા.13 મે 2019, સોમવાર

મહેસાણા શહેરમાં આવેલ લાખવડી ભાગોળથી પરા રોડ ઉપર છેલ્લા ત્રણેક મહિનાથી ભૂર્ગભ ગટર ચોકઅપની સમસ્યા સર્જાઇ છે. પરિણામે રોજે રોજ ગટરનું ગંદુપાણી રોડ ઉપર છલોછલ ભરાતા હોવાથી સ્થાનિક રહીશો અને વાહનચાલકો પારાવાર હાલાકીનો સામનો કરી રહ્યા છે. જ્યારે અનેકવાર રજુઆતો કરવા છતાં પાલીકાનું સેનેટરી તેમજ ભુર્ગભ ગટર તંત્ર ઉદાસીનતા દાખવી રહ્યું છે.

મહેસાણા નગરપાલિકા હસ્તકનું ભૂર્ગભ ગટર વિભાગ જાણે નઘરોળ બની ગયું હોય તેમ શહેરમાં છેલ્લા ઘણા સમયથી વકરેલી ભૂર્ગભ ગટરની સમસ્યાને ઉકેલ આવતો નથી વારંવાર જાહેર માર્ગો અને રહેણાંક વિસ્તારોમાં ગટર ચોકઅપ થવાના કિસ્સાઓ બને છે. જેમાં છેલ્લા ત્રણેક માસથી લાખવડી ભાગોળથી પરા જવાના માર્ગે ભૂર્ગભ ગટરની સમસ્યા અત્યંત વિકટ બની છે. સતત ગટર ઉભરાવાને કારણે રોજ આ માર્ગે ગંદાપાણીથી ભરાયેલું રહે છે. આ રસ્તે થઇને પસાર થતા વૃધ્ધો, મહિલાઓ, બાળકો સહિતના સ્થાનિક રહીશો મુશ્કેલીઓ વેઠી રહ્યા છે. ભરઉનાળે આ વિસ્તારના લોકો ચોમાસાની અનુભૂતી કરી રહ્યા છે. નોંધપાત્ર છે કે લાખવડી ભાગોળમાં વકરેલી ગટર ચોકઅપની સમસ્યા સંદર્ભે પાલીકાતંત્ર સમક્ષ રજુઆતો કરવા છતાં તંત્રના પેટનું પાણી પણ હલતું નથી.

પરા ટાવર નજીક ગટર ઉકેલ આવ્યો નથી

મહેસાણામાં રાત દિવસ લોકોની ચહલપહલ અને વાહનવ્યવહારથી ધમધમતા રહેતા પરા ટાવર ચોકમાં છેલ્લા એકાદ મહિનાથી પાલીકા દ્વારા ભૂર્ગભ ગટરની સમસ્યા ઉકેલવાની કામગીરી ચાલી રહી છે. તેનો કોઇ ઉકેલ ન આવતાં હજુસુધી રોડ વચ્ચે મુકાયુલા અવરોધો નજરે પડે છે.



from North gujarat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WHgD5P

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages