વડોદરા,તા.25 મે,2019,શનિવાર
મધ્ય ગુજરાતની સૌથી મોટી વડોદરાની સયાજી સિવિલ હોસ્પિટલમાં પણ ફાયર સેફ્ટીનું એનઓસી નહીં હોઇ હજારો દર્દીઓ માટે જોખમ સર્જાયું છે.
વડોદરા ફાયર બ્રિગેડ દ્વારા ખાનગી ટયુશન ક્લાસિસ સામે ફાયર સેફ્ટીની તપાસ કરી પગલાં લેવાઇ રહ્યા છે ત્યારે સરકારી નોકરી માટેના ક્લાસ, સ્પોકન ઇંગ્લિશ,જિમ, વિદેશ જવા માટે લાયકાત માટેના કોચિંગ ક્લાસ અને સમર વેકેસનના ક્લાસિસ જેવા પ્રોફેશનલ ક્લાસિસને કેમ બાકાત રાખવામાં આવી રહ્યા છે તે સવાલ ચર્ચાનો વિષય છે.
ગત સપ્તાહમાં જ પાણીગેટ ટાંકી સામેની ફેઇથ હોસ્પિટલમાં ચોથે માળે લાગેલી આગને કારણે ભારે અફરાતફરી સર્જાઇ હતી અને આઇસીયુના દર્દી સહિત ૧૦ દર્દીને રેસક્યુ કરી બહાર લઇ જવાયા હતા.જ્યારે, તેમના સબંધીઓ અને સ્ટાફનો પણ બચાવ થયો હતો.ઉપરોક્ત બનાવ પછી પણ શહેરની ખાનગી હોસ્પિટલોમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ અંગે ફાયર બ્રિગેડ દ્વારા કોઇ ગંભીરતા દર્શાવાઇ નથી.
નવાઇની વાત એ છે કે,સયાજી સિવિલ હોસ્પિટલમાં હજારો દર્દીઓ આવ-જા કરે છે અને આ હોસ્પિટલમાં ફાયર સેફ્ટીના સાધનો માટે બે વર્ષ પહેલાં નોટિસ આપ્યા બાદ નામ પુરતા કેટલાક વિભાગોમાં સાધનો મુકાયા હતા.પરંતુ હજી સુધી ફાયર બ્રિગેડની એનઓસી લેવામાં આવી નથી.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HEdRcx
No comments:
Post a Comment