સિવિલમાં ઇમર્જન્સી વોર્ડમાં દર્દીઓની હાલત કફોડી, સોનોગ્રાફી માટે કલાકો સુધી બેસવું પડે છે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 5 May 2019

સિવિલમાં ઇમર્જન્સી વોર્ડમાં દર્દીઓની હાલત કફોડી, સોનોગ્રાફી માટે કલાકો સુધી બેસવું પડે છે

સુરત, તા. 4 મે 2019, શનિવાર

નવી સિવિલ હોસ્પિટલમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રોમા સેન્ટરમાં આવતા ઘણા દર્દીઓને એકસ રે કેટલાક દર્દીઓની સોનોગ્રાફી માટે રેડિયોલોજી વિભાગમાં મોકલવામાં છે જ્યાં તેઓને ઘણા સમય સુધી બેસવું પડતું હોવાથી દર્દીઓની હાલત કફોડી બની જતી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

દક્ષિણ ગુજરાત સૌથી વિશાળ સુરત નવી સિવિલ હોસ્પિટલમાં ટ્રોમા સેન્ટરમાં સારવાર આવતા દર્દીઓને એક છત નીચે તમામ સારવાર મળી રહે તે હેતુથી સરકારે શરૂ કર્યું છે પણ ટ્રોમા સેન્ટરમાં દર્દીઓને ઘણી સારવાર ત્યાં મળતી નહીં હોવાની ફરિયાદો પણ ઉઠવા પામી છે.

જોકે ટ્રોમા સેન્ટરમાં એક્સ રે મશીન બંધ પડેલું છે, સીટી સ્કેન મશીન નથી, ઓપરેશન થિયેટરમાં સર્જરી કરવામાં આવતી નથી. કેટલીકવાર સોનોગ્રાફી સહિતની સુવિધા મળતી નહીં હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.

નોંધનીય છે કે કેટલીકવાર સોનોગ્રાફી ટ્રોમા સેન્ટરમાં થતી નથી અને એકસ-રે ત્યાં કરવામાં આવતા ન હોવાથી દર્દીઓએ રેડિયોલોજી વિભાગમાં મોકલવામાં આવે છે. ત્યાં ઈમરજન્સી કેસના દર્દીઓ અને વિવિધ ઓપીડી એટલે કે સામાન્ય દર્દીઓ સાથે બેસતા હોય છે.

રેડિયોલોજી વિભાગમાં ઈમરજન્સી કેસના દર્દીઓને સોનોગ્રાફી કે એક્સ રે જલદી કરવાને બદલે અંદાજિત અડધોથી પોણો કલાક સુધી બેસવું પડે છે અને રિપોર્ટ માટે પણ રાહ જોઇને બેસવું પડે છે. આ રિપોર્ટના આધારે ટ્રોમા સેન્ટરમાં કેટલાક ડોક્ટરો જે દર્દીને વોર્ડમાં દાખલ કરતા હોવાનું જાણવા મળે છે જેથી સેન્ટરમાંથી દર્દીને વોર્ડમાં દાખલ કરતા ઘણો સમય થઈ જતો હોય છે જેને કારણે અમુકવાર દર્દીઓની સમયસર યોગ્ય સારવાર નહી મળતી હોવાની હોવાનું પણ ચર્ચાઈ રહ્યું છે.

નવી સિવિલ હોસ્પિટલના તબીબી અધિક્ષક ડોક્ટર ગણેશ ગોવેકર એ જણાવ્યું હતું કે રેડિયોલોજી વિભાગમાં જાણ કરવામાં આવશે કે ટ્રોમા સેન્ટરમાંથી આવતા ગંભીર હાલતના દર્દીઓને એક્સ રે સીટી સ્કેન અને સોનોગ્રાફી જલ્દી કરવા અંગે પરિપત્ર જારી કરવામાં આવશે.

ઇમર્જન્સીના દર્દી કોણ છે તે જાણવા માટે સહી સિક્કો મારવું જોઈએ

નવી સિવિલ ટ્રોમા સેન્ટર માંથી દર્દીને જે તે વોર્ડમાં એક કલાકમાં દાખલ દાખલ કરવા અંગે અધિકારીએ પરિપત્ર જાહેર કર્યો છે. જોકે કેટલીક વાર ટ્રોમા સેન્ટરમાંથી દર્દીને એક્સ રે અને કેટલાક દર્દીઓને સોનોગ્રાફી અને સીટી સ્કેન માટે મોકલે છે. પણ ત્યાં ઓ.પી.ડી ના દર્દી અને ઇમર્જન્સીમાંથી આવેલા દર્દીઓ એકસાથે લાઇનમાં બેસે છે એને લીધે અમુકવાર ત્યાંના ડોક્ટર અને ખ્યાલ નથી આવતો કે આ દર્દી ઇમર્જન્સીનું છે.

જોકે, ઈમરજન્સી દર્દીના કેસ પેપર કે અન્ય કોઈ કાગળ પર તબીબ સહી સિક્કો કરીને રેડિયોલોજી વિભાગમાં જાય તો ત્યાં આ તબીબની આ દર્દીની જલ્દી લેવા અંગેનો ખ્યાલ આવી શકે. જ્યારે અમુક તબીબી કોઈકવાર ઈમરજન્સી નદીને ખબર હોવા છતાં ગંભીરતા દાખવતા નથી અને કહે છે કે તમારી આગળ ઘણા દર્દીઓ છે અને તેઓ ઘણા સમયથી બેઠા છે એવું પણ જવાબ આપતા હોવાનું દર્દીના સંબંધીઓમાં ચર્ચાઈ રહ્યું છે.



from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JfEXrv

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages