સુરત તા. 4 મે શનિવાર, 2019
ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓના ધસારાને પહોંચી વળવા માટે પશ્ચિમ રેલવેએ ભગત કી કોઠી અને બાંદ્રા વચ્ચેની દ્વિ-સાપ્તાહિક ટ્રેન તા.30મી મે સુધી દોડાવવાનો નિર્ણય કર્યો છે.
આ ટ્રેન (04817) રવિવાર અને બુધવારે ભગત કી કોઠીથી અને મંગળવાર અને બુધવારે (04818) બાંદ્રાથી ઉપડે છે. પ્રવાસીઓની ભીડને ધ્યાનમાં લઈને ટ્રેનના ફેરાઓ વધારવાનો નિર્ણય લેવાયો છે.
ઉનાળુ વેકેશનમાં પ્રવાસીઓને વધુ સુવિધાઓ આપવા માટે હોલી-ડે સ્પેશિયલ ટ્રેનો રેલવે દ્વારા દોડાવવામાં તો આવે જ છે.પણ,પ્રવાસીઓના વધારાના ધસારાને પહોંચી વળવા માટે ટ્રેનોના ફેરાઓ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ભગત કી કોઠી અને બાંદ્રા વચ્ચેની દ્વિ-સાપ્તાહિક ટ્રેન હવે તા.30મી સુધી લંબાવવાનો નિર્ણય પશ્ચિમ રેલવે કર્યો છે.
ભગત કી કોઠીથી ટ્રેન પ્રત્યેક રવિવારે અને બુધવારે બપોરે 3:00 કલાકે ઉપડી 11:45 કલાકે બાંદ્રા પહોંચશે.તેવી જ રીતે બાંદ્રાથી પ્રત્યેક મંગળવાર અને શુક્રવારે બપોરે 01:05 કલાકે ઉપડી 08:20 કલાકે ભગત કી કોઠી પહોંચશે.
from Surat News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VDwSDL
No comments:
Post a Comment