
- નિયમને નેવે મૂકી તેમજ ફાયર સેફ્ટી વિના ચલાવવામાં આવતાં ક્લાસેસનો વીજળી તથા પાણીનો પૂરવઠો ખંડિત કરી દેવાશે
(પ્રતિનિધિ દ્વારા) મુંબઈ, તા. 26 મે 2019, રવિવાર
સૂરતના સરથાણા ખાતે બનેલી દુર્ઘટનામાં નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા બાદ ગુજરાતની સંબંધિત યંત્રણા તો જાગી જ છે, સાથેજ તેના પડઘા મુંબઈમાં પણ પડયા છે. મુંબઈના તમામ ખાનગી ક્લાસેસની માહિતી લેવા પાલિકા પ્રશાસન સજ્જ થઈ છે.
મુંબઈમાં અનેક ઠેકાણે પરવાનગી વિના તેમજ નિયમને નેવે મૂકી ક્લાસેસ ચલાવવામાં આવતાં હોવાનું જોવા મળે છે. આથી તમામ ક્લાસેસની તપાસણી કરાશે. તપાસણી દરમ્યાન ફાયરબ્રિગેડ યંત્રણા કે નિયમોનો ઉલ્લંઘન થયાનું જણાશે તો એવા ક્લાસેસનો વીજળી તેમજ પાણી પૂરવઠો કાપી નાંખવાનો નિર્ણય પાલિકાએ લીધો છે.
મુંબઈમાં આશરે આઠ હજાર ખાનગી ક્લાસેસ ચલાવવામાં આવે છે. તેમાંનાં અધિકાંશ અનધિકૃત તેમજ રજીસ્ટર્ડ થયા વિનાના છે. અનેક ઠેકાણે તો રાત્રીના સમયે પણ ક્લાસ ચલાવવામાં આવે છે. આવા ક્લાસેસ માટે કડક નિયમાવલી ન હોવાથી મુંબઈમાં અનધિકૃતપણે ચાલતાં ખાનગી કોચિંગ ક્લાસોને મોકળું મેદાન મળ્યું છે.
સૂરતની દુર્ઘટના બાદ મુંબઈના હજારો ક્લાસેસની તપાસણી અગ્નિશમન દળ દ્વારા કરવામાં આવશે. આ તપાસણીમાં જ્યાં અગ્નિ વિરોધક યંત્રણા નહીં હોય તેમને નોટીસ મોકલી ધ્યાન દોરાશે. ત્યારબાદ પણ દુર્લક્ષ કરનારાઓ પર કાર્યવાહી કરવામાં આવશે, એવી માહિતી એક અધિકારીએ આપી છે. જોકે સુરક્ષાના નિયમો બાબતે વાલીઓએ પણ પૂરતી તકેદારી લેવાની જરુર છે.
from Mumbai News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30OCzhZ
No comments:
Post a Comment