
વિસાવદર, તા.13 મે 2019, સોમવાર
વિસાવદરના હનુમાનપુરા નજીક આવેલ ખેતરમાં પગના ભાગે ઈજા થયેલી સિંહણ હોવાની વાડી માલિકે વનવિભાગને જાણ કરી હતી. જેથી વનવિભાગે સાસણની રેસ્ક્યુ ટીમને બોલાવી ઈજાગ્રસ્ત સિંહણને બેભાન કરી વધુ સારવાર અર્થે સાસણ એનીમલ કેર હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે.
આ અંગેની પ્રાપ્ત વિગતો મુજબ વિસાવદર સતાધાર રોડ પર હનુમાનપરા નજીક વિનુભાઈ ડોબરીયાના ખેતરમાં ત્રણ સિંહણોનું ગૃપ જોવા મળ્યું હતું. જેમાંથી બે સિંહણ સ્વસ્થ હાલતમાં હતી અને એક સિંહણ ઊભી થવામાં ખૂબ જ તકલીફ પડતી હતી જેથી વિનુભાઈએ સ્થાનિક વન વિભાગને જાણ કરી હતી અને સ્થાનિક વનવિભાગે ઘટનાસ્થળે તપાસ કરી સાસણની રેસ્ક્યુ ટીમ અને વેટરનરી ડોક્ટરને ઘટનાસ્થળે બોલાવ્યા હતા.
ઈજાગ્રસ્ત સિંહણના ગુ્રપની અન્ય બે સિંહણો વિનુભાઈ ડોબરીયાના આંબાના બગીચામાં બેઠી હતી અને જ્યારે ઈજાગ્રસ્ત સિંહણ નદીના કાંઠે ખેતરના સેઢા પર બીમારીથી કણસતી હાલતમાં નજરે પડી હતી. સુત્રોના જણાવ્યા મુજબ આ સિંહણ કોઈ વાહન ચાલકે વાહન અડફેટે લીધી હોય અને પગના ભાગે ઈજા થઈ હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.
બીજી તરફ સિંહણને પગના ભાગે પેરેલીસીસની અસર થઈ હોવાની પણ એક શક્યતાઓ છે. આ અંગે વનવિભાગના અધિકારીઓએ ભેદી મૌન સેવી લીધું હતું. ઈજાગ્રસ્ત સિંહણને સારવાર કર્યા બાદ રિકવરી થશે તો તેને ફરી તેના મૂલ વિસ્તારમાં છોડવામાં આવશે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Q4ZdNZ
No comments:
Post a Comment