સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા સ્થળે તા.15થી પ્રિમોન્સૂન ઝાપટાં સંભવ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

સૌરાષ્ટ્ર-કચ્છમાં છુટાછવાયા સ્થળે તા.15થી પ્રિમોન્સૂન ઝાપટાં સંભવ

- રાજકોટ 42.3 સે.સાથે રાજ્યમાં સૌથી ગરમ, સૌરાષ્ટ્રમાં ભેજના  પ્રમાણમાં વધારો થતા વરસાદી ઝાપટાં વરસવાની બંધાતી આશા


રાજકોટ, તા.13 મે 2019, સોમવાર

અલ નીનો સહિત અનેક પરિબળોની અસર તળે સૌરાષ્ટ્ર-કચ્છમાં  આ વખતે ચોમાસા પૂર્વે જે ગાજવીજ અને તીવ્ર પવન સાથે વરસાદી ઝાપટાં વરસતા રહે છે તેનું પ્રમાણ આજ સુધી ઓછુ રહ્યું છે. નૈઋત્યના ચોમાસુ તો ગુજરાતમાં તા.૧૫ જૂન આસપાસ પ્રવેશતું હોય છે પણ તે પહેલા વરસાદી ગતિવિધિઓ તેજ બની જતી હોય છે તેનું પ્રમાણ મંદ રહ્યું છે.

જો કે હવામાનખાતા અનુસાર આગામી તા.૧૫ના રાજકોટ,કચ્છ, બનાસકાંઠા સહિત સૌરાષ્ટ્ર-કચ્છ-ઉત્તર ગુજરાતમાં છૂટાછવાયા સ્થળે વરસાદી ઝાપટાં વરસવાની તેમજ આગામી તા.૧૬થી ૨૨ સુધીના સપ્તાહમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યો સાથે ગુજરાતમાં વરસાદી ગતિવિધિઓ તેજ બને તેવા અણસાર મળે છે. 

આજે રાજકોટમાં તાપમાનનો પારો ઉંચકાયો હતો અને મનપા દ્વારા યલો એલર્ટ જારી કરાયું છે. હીટવેવની આગાહી નથી છતાં રાજકોટમાં પારો ૪૨ સે.ને પાર થઈને ૪૨.૩ તાપમાને રાજ્યમાં સૌથી ગરમ શહેર રહ્યું હતું. જ્યારે ભૂજ ૩૮.૬, સુરેન્દ્રનગર ૪૨, અમરેલી ૪૧.૮, ભાવનગર ૩૮.૪, જુનાગઢમાં ૩૮.૫ સાથે મધ્યમ ગરમી રહી હતી. 

પરંતુ, આ સાથે બે દિવસથી ભેજનું પ્રમાણ વધતા લૂ વર્ષાને બદલે બફારાનું પ્રમાણ વધ્યું છે.  સૌરાષ્ટ્રમાં આજે સવારે તો ભેજનું પ્રમાણ વેરાવળ, ભૂજ, ભાવનગર, દિવ વગેરે સ્થળે ૮૦ ટકાથી વધુ તો ર ાજકોટ, દ્વારકા, અમરેલી, મહુવા, પોરબંદર વગેરે સ્થળે ૭૦ ટકાથી વધુ રહ્યું હતું.

સાંજના સમયે અગાઉ ભેજ ૧૩-૧૪ ટકા સુધી નીચે ઉતરી જતો અને સુકો ગરમ પવન ફૂંકાતો હતો તેની જગ્યાએ હવે આ પ્રમાણ વધ્યું છે, આજે સાંજે રાજકોટમાં ૩૫ ટકા, ભાવનગર ૫૨ ટકા, પોરબંદર ૬૮, વેરાવળ ૭૩, દ્વારકા ૮૩, ભૂજ ૪૫ અને દિવમાં  ૭૦ ટકા ભેજ સાથે ભેજનુ પ્રમાણ એકંદરે વધ્યું છે જે વરસાદી ઝાપટાંની આશા જગાવી છે. 



from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vWtzc2

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages