આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પાંચની તીવ્રતાનો ભૂકંપ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

આંદામાન અને નિકોબાર ટાપુઓ પર પાંચની તીવ્રતાનો ભૂકંપ


(પીટીઆઈ) પોર્ટ બ્લેયર, તા. 25 મે, 2019, શનિવાર

ભારતીય હવામાનશાસ્ત્ર વિભાગના અહેવાલ પ્રમાણે શનિવારે વહેલી સવારે આંદામાન દ્વીપ ઉપર ૫.૦ રિક્ટર સ્કેલની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો.

 રિપોર્ટ પ્રમાણે વહેલી સવારે ૨:૫૨ કલાકે આંદામાનની ધરતી ધુ્રજી ઉઠી હતી અને તેનું કેન્દ્ર જમીનમાં ૧૦ કિમી ઉંડે હતું. જો કે સદનસીબે હજુ સુધી ભૂકંપને કારણે જાન-માલનું નુકસાન કે સામાન્ય ઈજાના બનાવો પણ સામે નથી આવ્યા. આંદામાન ટાપુ પર તાજેતરમાં જ ગત ૨૧ અને ૨૨ મેના રોજ અનુક્રમે ૪.૧ અને ૫.૬ની તીવ્રતાના ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેથી ફરીથી ધરતીકંપની સંભાવના તીવ્ર જણાઈ રહી હતી.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ws78dN

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages