અરૂણાચલ વિધાનસભામાં 20 ધારાસભ્યોનો પ્રથમ વાર ''ગૃહ પ્રવેશ'' - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Sunday, 26 May 2019

અરૂણાચલ વિધાનસભામાં 20 ધારાસભ્યોનો પ્રથમ વાર ''ગૃહ પ્રવેશ''


(પીટીઆઇ) ઇટાનગર, તા. 25 મે, 2019, શનિવાર

અરૂણાચલ પ્રદેશમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ૨૦ જેટલા ધારાસભ્યો પહેલી વાર ધારાસભામાં પ્રવેશ્યા છે. આમાં મોટા ભાગના સભ્યો શાસક પક્ષ ભાજપના છે. અરૂણાચલ પ્રેદશની વિધાનસભામાં ૬૦ સભ્યોનું સંખ્યાબળ છે.

૨૦ નવા ધારાસભ્યો પૈકી ૧૧ સભ્યો ભાજપના છે, છ જનતા દળ (યુનાઇટેડ)ના, જ્યારે બે સભ્યો નેશનલ પીપલ્સ પાર્ટીના છે. એક ધારાસભ્ય અપક્ષ છે.

જે.ડી.(યુ) અને નેશનલ પીપલ્સ પાર્ટીએ પહેલી વાર અરૂણાચલ પ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં ઝૂંકાવ્યું હતું. સરહદી આ રાજ્યને નવા ધારાસભ્યો ચૂંટવાનો વારસો મળ્યો છે. ૨૦૧૪ વિધાનસભા ચૂંટણીમાં ૧૯, જ્યારે ૨૦૦૯ ની વિધાનસભા ચૂંટણીમાં ૧૭ નવા ધારાસભ્યો ચૂંટાઇ આવ્યા હતા.

૨૦૦૪ ની વિધાનસભા ચૂંટણીમાં ૨૪ ધારાસભ્યો પહેલી વાર ગૃહમાં આવ્યા હતા.આ ચૂંટણીમાં પહેલી વાર ચૂંટાયેલા ધારાસભ્યોમાં ભાજપના ગોરૂક પોરડુંગ, જુમ્મુમ ઇટે દેવરિ, જે.ડી. (યુ) ના દોરજી વાંગ્ડિ ખર્માનો સમાવેશ થાય છે. આ ત્રણે ય ધારાસભ્યો એ રાજ્યના વરિષ્ઠ ત્રણ નેતાઓને મ્હાત આપીને 'જાયન્ટ કીલર' નું બિરૂદ મેળવ્યું છે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2McBNYG

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages