વડોદરા,તા,3,મે,2019,શુક્રવાર
લોન માટે અરજી કરનાર વ્યક્તિઓના બનાવટી લોનના કાગળો બનાવી ૬૯ કેસોમાં ૧.૭૬ કરોડ રૃપિયા મેળવીને છેતરપિંડી આચરવાના ગુનામાં ૧૪ વર્ષ પછી પકડાયેલા આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
આ અંગેની વિગત એવી છે કે, આરોપીઓ (૧) શાકીર મહંમદ શેખ (૨) પ્રવિણ વસંતભાઇ બરહાનપુરકર (૩) તુષાર શરદચંદ્ર કારલેકર (૪) ગજેન્દ્ર એસ. પરમાર (૫) અલ્પેશ એચ. શાહ અને (૬) હિતેશ એચ. સુથાર સપ્ટેમ્બર ૨૦૦૨ અગાઉ દિવાન હાઉસીંગ ફાયનાન્સ લિ. કંપનીમાં જુદી જુદી જગ્યાએ ફરજ બજાવતા હતા. આરોપીઓએ ૧૯૯૮થી વર્ષ ૨૦૦૨ દરમિયાન યોજનાબધ્ધ રીતે કાવતરૃં રચીને લોન અરજદારોના બોગસ લોનપેપર્સ બનાવ્યા હતા. આરોપીઓએ મિલકતની ખોટી રીતે તપાસ કરી ખોટી કિંમત આંકી હતી. આ રીતે ૬૯ કેસમાં ૧.૭૬ કરોડ રૃપિયા મેળવી લીધા હતા. જે અંગે જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.
આ ગુનામાં બનાવટી સહીઓ કરી દસ્તાવેજો બનાવનાર આરોપી સિંહલ ઉર્ફે રિન્કુ નરેશકુમાર ત્રિવેદી (રહે.સંતુર ગ્રેસ એપાર્ટમેન્ટ સરગાસણ રોડ ગાંધીનગર)ની ગત ૧૬મી તારીખે ધરપકડ કરી જેલમાં મોકલી આપવામાં આવ્યો હતો. જે ગુનામાં આરોપીની જામીન અરજી અદાલતે નામંજૂર કરી છે.
from Baroda News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LolV55
No comments:
Post a Comment