આ કારણે એક સ્થાન પર રહી શકતા નથી નારદ મુનિ, જાણો રોચક કથા - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 27 May 2019

આ કારણે એક સ્થાન પર રહી શકતા નથી નારદ મુનિ, જાણો રોચક કથા


અમદાવાદ, 22 મે 2019, બુધવાર

ભગવાન વિષ્ણુના અનન્ય ભક્ત એટલે નારદ મુનિ, તેઓ સદા નારાયણ નારાયણ કરતાં ત્રણેય લોકમાં ભ્રમણ કરતા રહે છે. નારદ મુનિના પિતા બ્રહ્માજી છે. નારદ મુનિ ભ્રમણ કરતાં કરતાં દેવતાઓ સુધી સુચનાઓનું આદન પ્રદાન કરે છે તેવી માન્યતા પણ છે. દર વર્ષે નારદ જયંતીની ઉજવણી પણ કરવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ કે નારદ મુનિ શા માટે એક સ્થાન પર રહી શકતા નથી અને એક સ્થાનથી બીજા સ્થાન સતત ભ્રમણ કરતાં રહે છે. 

નારદ મુનિની કથા

માન્યતાઓ અનુસાર નારદ મુનિ બ્રહ્માજીના પુત્ર છે. બ્રહ્માજીના માનસ પુત્ર થવા માટે તેમણે પૂર્વ જન્મમાં કઠોર તપ કર્યું હતું. નારદ મુનિ તેમના પૂર્વ જન્મમાં ગંધર્વ કુળમાં જન્મ્યા હતા. તે જન્મમાં તેમને પોતાના રુપ પર અભિમાન હતું અને તેમનું નામ ઉપબર્હણ હતું. એકવાર કેટલીક અપ્સરાઓ અને ગંધર્વ ગીત અને નૃત્ય કરી ભગવાન બ્રહ્માની ઉપાસના કરતા હતા. ત્યારે ઉપબર્હણ સ્ત્રીઓના શ્રૃંગાર સાથે ત્યાં પહોંચ્યા. આ જોઈ બ્રહ્માજી ક્રોધિત થયા અને તેમને શ્રાપ આપ્યો કે તે શૂદ્ર યોનિમાં જન્મ લેશે. 

બ્રહ્માજીના શ્રાપથી તેનો જન્મ શૂદ્ર દાસીના પુત્ર તરીકે થયો અને તેણે પોતાનું જીવન ઈશ્વર ભક્તિમાં પસાર કરવાનો સંકલ્પ લીધો. ઈશ્વરને જાણવા માટે અને તેના દર્શન કરવા માટે તેણે સતત તપ કર્યું ત્યારે આકાશવાણી થઈ કે આ જન્મમાં તેને ભગવાનના દર્શન થશે નહીં પરંતુ બીજા જન્મમાં તેમને પાર્ષદના રુપમાં તે પ્રાપ્ત થશે. શાસ્ત્રો અનુસાર નારદજીને બ્રહ્માજીએ સૃષ્ટિના કામમાં ભાગીદાર થવા કહ્યું અને વિવાહ કરવા કહ્યું. પરંતુ નારદજીએ પોતાના પિતાની આજ્ઞાનું પાલન કર્યું નહીં. ત્યારે ક્રોધિત થઈ બ્રહ્માજીએ દેવર્ષિ નારજને આજીવન અવિવાહિત રહેવા અને ભ્રમણ કરતું રહેવાનો શ્રાપ આપ્યો. 

એક એવી માન્યતા પણ છે કે નારદજી પહેલા સંદેશ વાહક હતા જે એક લોકના સમાચાર બીજા લોક સુધી પહોંચાડતા. આ કારણે તેઓ ત્રણેય લોકોમાં ભ્રમણ કરતા રહે છે. તેમની આ આદત પાછળ એક કથા પણ જોડાયેલી છે. રાજા દક્ષની પત્ની આસક્તિને 10 હજાર પુત્રનો જન્મ થયો હતો પરંતુ નારદજીએ તેમને મોક્ષની શિક્ષા આપી રાજપાઠથી વંચિત કરી દીધા હતા. આ વાતથી નારાજ થઈ રાજા દક્ષએ નારદજીને શ્રાપ આપ્યો કે તે હંમેશા ભટકતા રહેશે અને એક સ્થાન પર વધારે સમય સુધી ટકી શકશે નહીં. 





from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QgDrqJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages