
અમદાવાદ, 23 મે 2019, ગુરુવાર
કેદારનાથ ધામ હિમાલયની વચ્ચે વસેલું છે. 12 જ્યોતિર્લિંગમાંથી એક હોવાની સાથે કેદારનાથ ચાર ધામ અને પંચ કેદારમાંથી એક છે. અહીં પ્રાચીન સ્વયંભૂ શિવલિંગ સ્થાપિત છે. શિવ પુરાણ અનુસાર જે ભક્ત કેદારનાથ આવે છે તેને સ્વર્ગની પ્રાપ્તિ થાય છે કારણ કે તે કેદારનાથના દર્શન કરી પાપથી મુક્ત થઈ જાય છે.
કેદારનાથ મંદિર 3593 ફૂટની ઊંચાઈ પર આવેલું છે. આટલી ઊંચાઈ પર મંદિર નિર્માણ કેવી રીતે થયું હશે તે વાત આજે પણ ચમત્કાર સમાન છે. કહેવાય છે કે આ મંદિરની સ્થાપના આદિગુરુ શંકરાટાર્યએ કરી હતી. કેદારનાથ મંદિરના પૂજારી મૈસૂરના જંગમ બ્રાહ્મણ હોય છે. આ જ્યોતિર્લિંગની સ્થાપના વિશે કહેવાય છે કે હિમાલયના કેદાર શ્રૃંગ પર ભગવાન વિષ્ણુના અવતાર મહાતપસ્વી નર અને નારાયણએ તપસ્યા કરી હતી. તેમની તપસ્યાથી પ્રસન્ન થઈ અને ભગવાન શિવ પ્રકટ થયા અને જ્યોતિર્લિંગના રૂપમાં અહીં વાસ કર્યો. કહેવાય છે કે મહાભારતના યુદ્ધ બાદ પાંડવ વિજયી થયા પરંતુ તેમના મનમાં ભ્રાતૃહત્યાનો સંતાપ હતો. આ સંતાપ દૂર કરવા માટે પાપ મુક્તિ માટે તેઓ શિવજીના આશીર્વાદ લેવા માંગતા હતા પરંતુ શિવજી તેમનાથી રુષ્ઠ હતા.
ભગવાન શિવના દર્શન માટે પાંડવ કાશી ગયા પણ ત્યાં દર્શન ન થયા. ત્યારબાદ તેઓ હિમાલય ગય પરંતુ શિવજી પાંડવોને દર્શન આપવા ઈચ્છતા ન હતા તેથી તે અંતરધ્યાન થઈ ગયા અને કેદાર પહોંચી ગયા. પાંડવ પણ ભગવાન પાછળ કેદાર પહોંચ્યા. ભગવાન શિવએ બળદનું રુપ ધારણ કર્યું અને અન્ય પશુઓ વચ્ચે જતા રહ્યા. પાંડવોને સંદેહ થયા તો ભીમએ વિશાળ રૂપ ધારણ કરી અને બે પર્વત પર પગ મુક્યા. ભયના કારણે અન્ય પશુ તો ભાગવા લાગ્યા પરંતુ શિવજી ત્યાંથી જવા તૈયાર ન હતા. ત્યારે ભીમએ તેમની પીઠને પકડી લીધી. ભગવાન શિવએ પાંડવોની ભક્તિ જોઈ તેમને દર્શન આપ્યા અને તેમને પાપમુક્ત કર્યા. તે સમયથી જ કેદારનાથમાં શિવજી બળદની પીઠની આકૃતિમાં સ્થાપિત થયા અને કેદારનાથમાં તેમનું આ સ્વરૂપ પૂજાવા લાગ્યું.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QjvMHU
No comments:
Post a Comment