ભારત આસ્થાઓનો દેશ છે. અહીં દરેકને પોતાની આસ્થા માનવાનો અધિકાર છે. દરેક ધર્મના પોતાના ધાર્મિક સ્થાનો છે. આજે આપણે એક એવા મંદિરની વાત કરીશું જ્યાં માતાજીને મીઠાઈ કે નારિયેળને બદલે ચંપલ અને સેન્ડલ ધરાવવામાં આવે છે. માન્યતા છે કે રાતે માતાજી આ ચઢાવાને ધારણ કરે છે.

કર્ણાટકના ગુલબરગામાં આવેલા લકમ્મા દેવી મંદિરમાં લક્ષ્મીદેવીની પૂજા કરવામાં આવે છે. આ મંદિરમાં એક લીમડાનું ઝાડ છે. દર્શનાર્થીઓ આ ઝાડપર જ ચંપલ અને સેન્ડલ ચઢાવે છે. માન્યતા છે કે આમ કરનારની સમસ્યાઓ અને પીડા દૂર થાય છે.
એક માન્યતા છે કે જેમને ઘુટણ અને પગમાં દુખાવો હોય તેવા લોકો આમ કરે તો એમની તકલીફ કાયમ માટે દૂર થાય છે. તેથી જ અહીં આવનારા લોકોમાં પગની તકલીફવાળા લોકોની સંખ્યા સૌથી વધારે હોય છે.
કહેવાય છે કે વર્ષો પહેલા અહીં બળદની બલી ચઢાવવામાં આવતી. જો કે હવે બલિ ચઢાવવા પર પાબંદી છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે જ્યારથી બલિ પર પાબંદી લગાવાઈ ત્યારથી જ લોકોએ ચંપલ ચઢાવવાની શરૂઆત કરી અને આ પરંપરા આજે પણ ચાલુ છે.
નવાઈની વાત એ છે કે આ મંદિરના પૂજારી મુસ્લિમ જ હોય છે અને આમ થવાનું કોઈ ખાસ કારણ નથી. અહીં હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયના લોકો આવે છે. દિવાળી પછીની પાંચમે અહીં મોટો મેળો લાગે છે. એ વખતે મોટી સંખ્યામાં લોકો આવીને ચંપલો ચઢાવે છે. તેને ફૂટવેર ફેસ્ટિવલ તરીકે ઓળખવામાં આવે છે.
from Astro News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Mbzkxs
No comments:
Post a Comment