વડાપ્રધાન મોદીના પાંચ વર્ષના કાર્યકાળમાં ભારત અનેક ક્ષેત્રમાં ચીનથી પાછળ રહી ગયું - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

વડાપ્રધાન મોદીના પાંચ વર્ષના કાર્યકાળમાં ભારત અનેક ક્ષેત્રમાં ચીનથી પાછળ રહી ગયું


નવી દિલ્હી, તા.14 મે, 2019, મંગળવાર

વડાપ્રધાન મોદીના પાંચ વર્ષના કાર્યકાળમાં ભારત અનેક ક્ષેત્રમાં ચીનથી પાછળ થઇ ગયું છે તેમ ચીનના સરકારી મીડિયામાં આ દાવો કરવામાં આવ્યો છે. ભારતમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે જ ચીનના મીડિયામાં આવા અહેવાલ પ્રગટ થતા સૌૈને આશ્ચર્ય થયું છે. 

ચીનના સરકારી અખબાર ગ્લોબલ ટાઇમ્સમાં છપાયેલા એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે વર્ષ ૨૦૧૮માં ચીનના અર્થતંત્રનું કદ ૧૩.૬ લાખ કરોડ ડોલર હતું જ્યારે ભારતીય અર્થતંત્રનું કદ ૨.૮ લાખ કરોડ ડોલર હતું. 

અખબારમાં દાવો કરવામાં આવ્યો છે કે  ભારત જો ચીનથી આગળ વધવા માગતુ હોય તો તેનો વાર્ષિક આર્થિક વૃદ્ધિ દર ચીનથી અનેકગણું વધારે હોવું જોઇએ. જો કે ચીનની ઝડપી આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લેતા ભારત ચીનથી આગળ વધી જશે તેવુ લાગતું નથી.

ઉલ્લેખનીય છે કે વર્ષ ૨૦૧૪માં ચીનના અર્થતંત્રનું કદ ૧૦.૩૮ લાખ કરોડ ડોલર હતું જ્યારે ભારતીય અર્થતંત્રનું કદ ૨.૦૪ લાખ કરોડ ડોલર હતું. એટલે કે ૨૦૧૪માં બંને દેશોના અર્થતંત્રના કદમાં લગભગ ૮.૩૪ લાખ કરોડ ડોલરનું અંતર હતું જે ૨૦૧૮માં વધીને ૧૦.૮ લાખ કરોડ ડોલર હતું.

અખબારના દાવા અનુસાર મોદી સરકારના પાંચ વર્ષના કાર્યકાળમાં ૨૦૧૪થી ૨૦૧૮ની વચ્ચેચ ભારતનો સરેરાશ જીડીપી ૬.૭ ટકાથી વધારે હતો. જો કે આ આંકડાઓ અંગે પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.  મોદી સરકારે જીડીપીની ગણતરી માટેના આધાર વર્ષને બદલી નાખ્યો છે. જેના કારણે આ આંકડાઓને હંમેશા શંકાની નજરે જોવામાં આવે છે.

ગ્લોબલ ટાઇમ્સમાં જણાવવામાં આવ્યું છે કે મોદી સરકાર જ્યારે સત્તામાં આવી તેના માટે ખૂબ જ અનુકૂળ સમય હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડના ભાવ ખૂબ જ ઓછા હતાં. જેના કારણે મોંઘવારી પર અંકુશ હતો. જેના કારણે મોદી સરકારને ખૂબ જ ફાયદો થયો હતો.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JCfitn

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages