
નડિયાદ,તા.14 મે 2019, મંગળવાર
ઠાસરા તાલુકાના શેઢી શાખા નહેરમાં સોમવારે સાંજના સમયે પાણી પીવા માટે ચાર નીલગાય નહેરમાં પડી હતી.પાણી પીવા માટે ઉતરેલ નીલગાય પાણી પીધા બાદ ઉપર ચડી શકી ન હતી. જો કે નીલગાયો તંત્રની બેદરકારીથી ૨૨ કલાક સુધી નહેરના પાણીમાં મોત સામે ઝઝૂમી હતી. બાદમાં વનતંત્ર અને જીવદયા પ્રેમીઓની ટીમે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી બહાર કાઢી હતી. નીલગાયોને નાની-મોટી શારીરિક ઇજા પહોંચતા સારવાર આપી છોડી મૂકાઈ હતી.
ઠાસરા તાલુકામાંથી પસાર થતી મુખ્ય શેઢી શાખા નહેરમાં સોમવારે સાંજના સુમારે પાણી પીવા માટે કેલાન ઉતર્યો હતા.પાણી પીધા બાદ નીલગાયોનુ ટોળુ કેનાલની ઉપર ચઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.પણ કેનાલ ઉંચી હોવાને કારણે નીલગાય ચઢી શકી ન હતી. આ ઘટના પ્રકાશમાં આવતા આજુબાજુ વિસ્તારના ગ્રામજનો કેનાલ પર ઘસી આવ્યા હતા.અને નીલગાયને બચાવવાના પુરતા પ્રયત્નો કરવામાં આવ્યા હતા.
પુરતા સાઘન ન હોવાને કારણે ગ્રામજનોનો પ્રયત્ન નિષ્ફળ રહ્યો હતો.છેવટે ગ્રામજનો દ્વારા ફોરેસ્ટ વિભાગને જાણ કરવામાં આવી હતી.પરંતુ નીલગાયો કેનાલમાં ખાબક્યાના ૨૨ કલાક બાદ પણ વન તંત્રના એક પણ અધિકારી કે કર્મચારી કેનાલ કાંઠે ફરક્યો સુધ્ધા ન હતો.
આમ સ્થાનિક તરવૈયા નીલગાયને કાઢવા માટે પુરતા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા.તેમ છતા સફળતા મળી ન હતી.આ લખાઇ રહ્યુ છે ત્યા સુધી નીલગાયને બહાર કાઢવામાં આવ્યા ન હોવાનુ સ્થાનિકો જણાવી રહ્યા છે.મોડે મોડે જાગેલ વનતંત્રની ટીમ મંગળવારે બપોરે નીલગાયોને બહાર કાઢવા આવી હતી. બાદમાં ગ્રામજનો અને વન વિભાગની ટીમે દોરડા વડે બાંધી નીલ ગાયોને બચાવી લીધી હતી.
આમ એક તરફ કાળઝાળ ગરમીમાં ઠેર ઠેર પાણીનો પોકાર સંભાળાઇ રહ્યો છે.ત્યારે આવા મુંગા પશુઓ પીવાના પાણીની કેનાલમાં પડવાને કારણે પાણી દુષિત થાય છે.અને રોગચાળો ફેલવાવાની દહેશત ફેલાઇ છે.
from Kheda anand News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2W1OhWD
No comments:
Post a Comment