મોદી કેરીઓ, વાદળોની વાત કરે છે પણ વાસ્તવિક મુદ્દાઓ પર મૌન રહે છે : રાહુલ ગાંધી - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

મોદી કેરીઓ, વાદળોની વાત કરે છે પણ વાસ્તવિક મુદ્દાઓ પર મૌન રહે છે : રાહુલ ગાંધી


(પીટીઆઇ) નિમુચ/ઉજજેન/ ખાંડવા(મધ્ય પ્રદેશ), તા.14 મે, 2019, મંગળવાર

 બાલાકોટ એર સ્ટ્રાઇક વખતે વાદળોને કારણે ભારતીય એરફોર્સના વિમાનો પાકિસ્તાની રડારમાં આવી શક્યા ન હતા તેમ તાજેતરમાં વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું. વડાપ્રધાનના આ નિવેદનને વૈજ્ઞાાનિકોએ સમર્થન ન આપાતા તેમની ટિપ્પણીની અનેક લોકોએ મજાક ઉડાવી હતી.

મોદીની આ ટિપ્પણીના સંદર્ભમાં રાહુલે આજે ચૂંટણી સભામાં જણાવ્યું હતું કે મોદી કેરીઓ, વાદળોની વાત કરે છે પણ વાસ્તવિક મુદ્દાઓ પર મૌન રહે છે. 

મધ્ય પ્રદેશમાં ચોથા અને અંતિમ તબક્કા માટેના પ્રચાર દરમિયાન રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે પ્રચાર દરમિયાન વડાપ્રધાન મોદીએ મારા પરિવારનું અનેક વખત અપમાન કર્યુ છે પણ હું ક્યારેય વડાપ્રધાન માતા-પિતાનું અપમાન કરીશ નહીં. કારણકે હું ભાજપ કે આરએસએસનો માણસ નથી પણ કોંગ્રેસનો છે. 

ઉલ્લેખનીય છે કે વડાપ્રધાને અભિનેતા અક્ષયકુમારને આપેલા ઇન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે તેમને બાળપણમાં કેરી ખૂબ જ ગમતી હતી અને હજુ પણ તેમને કેરી ગમે છે. 

રાહુલ ગાંધીએ વાદળો અંગેની ટિપ્પણી અંગે વડાપ્રધાનને પ્રશ્ર કર્યો હતો કે શું ભારતમાં જ્યારે વરસાદ પડે છે ત્યારે શું તમામ વિમાનો રડારમાંથી અદ્રશ્ય થઇ જાય છે? રાહુલે જણાવ્યું હતું કે મોદીજી, તમે અમને કેરીઓ ખાવાનું શીખવાડયું હવે દેશને એ પણ કહો કે તમે બેકાર યુવાનો માટે શું કર્યુ?



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JkLqlJ

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages