
- ફરિયાદ માટે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યાઃકોઈપણ મેસેજ કરી ફરિયાદ કરી શકશે
દહેગામ તાલુકાના ગોકળગતિએ થતાં વિકાસને ધ્યાનમાં રાખી અને થોડા સમય પહેલા ગાંધીનગર જિલ્લા વિકાસ અધિકારીઓ અને દહેગામ ટીડીઓ દ્વારા તલાટીઓ અને સરપંચોને ગામના વિકાસ કામો ઝડપથી થાય તે માટે સ્પષ્ટ સૂચના આપી હતી તો નિયત સમય ગામમાં તલાટી કમ મંત્રી હાજર રહે તે માટે પણ ટીડીઓ દ્વારા આદેશ કરવામાં આવ્યા છે. ગેરહાજર રહેનાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
ગાંધીનગર જિલ્લાના તાલુકાઓમાં સૌથી પછાત દહેગામ તાલુકાને પાટે ચડાવવા માટે હવે તંત્રએ કમર કસી લીધી છે. વિકાસ કાર્યોમાં વિલંબ યોગ્ય રીતે ગ્રાંટો ન વાપરવા અને ટેકસ કલેકશનમાં ઢીલી નાંગર નાંખતા તલાટી મંત્રીઓની કલાક લીધા બાદ હવે તાલુકા પંચાયત દ્વારા તાલુકાના નાગરિકોની સહુલીયત માટે નવી તરકીબ અપનાવી છે.
તાલુકા પંચાયત કચેરી દ્વારા બે મોબાઈલ નંબર જાહેર કરવામાં આવ્યા છે જેનો નંબર છે. ૯૯૨૪૨૪૪૬૦૮,૯૬૬૨૫૦૬૦૪૦. જો કોઈ તલાટી તેના નિયત કરલા દિવેસે ગામમાં હજાર ન રહે અને વગર કારણે રજાઓ પાડે તો આ ઉપરોકત નંબર પર તમે એસએમએસ અથવા વોટએપ કરી તાલુકા પંચાયતને જાણ કરી શકો છો.
જિલ્લા પંચાયત દ્વારા આ સંદર્ભે તપાસ કરી અને તલાટી મંત્રીઓ પર કાર્યવાહી કરવામાં આવશે. તાલુકા વિકાસ અધિકારી કે.કે.ચૌધરી સાથે વાત કરતાં તેમણે જણાવ્યું કે દહેગામમાં તલાટીઓની ઢીલી કામગીરી અંગે ખુબજ ફરિયાદો આવતી હતી અને ગેરહાજરી પણ ખુબજ પ્રમાણમાં વધી જવા પામી હતી ત્યારે તાલુકામાં ટેકસ કલેકશન સાવ નજીવા કહી શકાય તેવા માત્ર એક ટકા જેટલો જ હતો અને હાલ તંત્ર દ્વારા કડક પગલાં લેવાથી ટેકસ કલેકશન ૬૦ ટકા ઉૈપર પહોંચી જવા પામ્યું છે.
આ પ્રયોગમાં તાલુકાની પ્રજાને થોડી તકલીફ પડી હશે પણ વિકાસ માટે આ જરૂરી હતું. ત્યારે ગ્રામજનોની સહુલીયત માટે અમે આ નવતર પ્રયોગ શરૂ કર્યો છે જેમાં તલાટી ગેરહાજર રહેશે તો સ્થાનિકો જ અમને જાણ કરી દેશે.
from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30k3vWg
No comments:
Post a Comment