સે-16માં 100થી વધુ સરકારી મકાનોને તોડી પાડવામાં આવશે - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Wednesday, 15 May 2019

સે-16માં 100થી વધુ સરકારી મકાનોને તોડી પાડવામાં આવશે


- જર્જરિત ર૪ આવાસો તોડવાની કામગીરી ચાલુ છે ત્યારે વધુ મકાનો જમીનદોસ્ત કરીને સરકારી કોલોની ઉભી કરાશે

ગાંધીનગર, તા. 13 મે 2019, સોમવાર


ગાંધીનગરના સ્થાપનાકાળથી ઉભા રહેલા નગરના સરકારી મકાનો કાળક્રમે જર્જરીત અને જોખમી થઇ ગયા છે તેમાં વારંવાર રીનોવેશન કરવા છતા તે રહેવાલાયક થયા નથી અને ગમે ત્યારે પડે તેવા આ મકાનોનો ખાસ સર્વે કરીને તેને ઉતારી લેવા માટે અભિયાન ચાલી રહ્યું છે જે અંતર્ગત સેક્ટર-૧૬ના ચ અને છ  કક્ષાના ૧૦૦  બંધ અને જર્જરીત મકાનો તોડી પાડવા માટે લીલીઝંડી આપી દેવામાં આવી છે ત્યારે પાટનગરમાં સે-૭,૨૯,૩૦ અને સે-૬ બાદ સે-૧૬માં પણ હાઇરાઇઝ્ડ બિલ્ડીંગ ઉભી કરીને સરકારી આવાસોનું નિર્માણ કરાય તો પણ નવાઇ નહીં.

શહેરમાં સ્થિત વિવિધ કક્ષાના આવસો રહેણાંકને લાયક ન હોવાનું પણ ધ્યાને આવ્યું છે. જ્યારે જુના મકાનો રીનોવેશનના અંતે પણ યોગ્ય થઇ શકે તેમ નહી હોવાનું પણ ચિત્ર સ્પષ્ટ થયું છે. ત્યારે જુના આવાસો તબક્કાવાર જમીનદોસ્ત કરી જગ્યા ખુલ્લી કરવામાં આવી રહી છે. 


ત્યારે સેક્ટરોમાં ભયજનક મકાનો તોડી નાંખવા માટે સર્વે હાથ ધરી વિભાગ કક્ષાએ મંજુરી મેળવવા પણ તંત્ર દ્વારા દરખાસ્ત કરવામાં આવી રહી છે. સેક્ટર-૧૬માં ચ અને છ કક્ષાના સરકારી આવાસો તોડવા માટે અગાઉ તંત્રએ દરખાસ્ત કરી હતી. જે અન્વયે ચ અને છ કક્ષાના ૧૦૦થી વધુ મકાનો તોડવામાં આવશે.

આ મકાનો દાયકાઓના અંતે જોખમી અને કંગાળ બન્યા છે જ્યારે આ આવાસો પૈકી ઘણા આવાસોમાં રહિશો વસવાટ કરે છે ત્યારે આ રહિશોને પણ હવે ઘર ખાલી કરવા માટેની નોટિસ આપી દેવામાં આવી છે અને મકાનો તોડવાની કામગીરી યુધ્ધના ધોરણે હાથ ધરવામાં આવશે. 

ગાંધીનગર શહેરમાં સ્થાપનાકાળથી ઉભા રહેલા સરકારી આવસો કાળક્રમે જર્જરીત થઇ ગયા છે ત્યારે તેમાં રીનોવેશન કરવાથી પણ રહેવાલાયક નહીં થતા હવે આવા જોખમી આવાસોને જમીનદોસ્ત કરીને ત્યાં હાઇરાઇઝ્ડ બિલ્ડીંગ બનાવી સરકારી આવાસોની કોલોની ઉભી કરવામાં આવી રહી છે. નગરમાં સેક્ટર-૭, ૨૯,૩૦ બાદ હવે સેક્ટર-૬માં આ પ્રકારે સરકારી ઓવાસોની કોલોની બનાવવામાં આવી રહી છે ત્યારે આગામી દિવસોમાં સેક્ટર-૧૬માં પણ આ ખાલી પડેલી જગ્યાએ સરકારી આવાસોની કોલોની બનાવાય તો પણ નવાઇ નહીં. 

ઉલ્લેખનીય છે કે ગાંધીનગરનું સૌથી જુના સેકટરોમાંનું એક સે-૧૬ માનવામાં આવે છે. અહીં વર્ષો જુના સરકારી આવાસો છે જે કાળક્રમે જર્જરિત થઈ ગયા છે જેને હવે જમીનદોસ્ત કરવાની કામગીરી કરવામાં આવશે ત્યારે હાલ અહીં ર૪ જેટલા મકાનો તોડવામાં પણ આવી રહયા છે. આ ઉપરાંત વધુ ૧૦૦ મકાનો તોડીને અહીં સરકારી કોલોની ઉભી થઈ શકે તે માટે જગ્યા કરાશે.



from Gandhinagar News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VlX8OF

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages