
(પીટીઆઇ) નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર
લોકસભાની ચૂંટણીમાં સફળતાના પગલે સરકાર બનાવ્યા પછી પ્રથમ દ્વીપક્ષીય મુલાકાતમાં વડા પ્રધાન મોદી સૌ પ્રથમ માલદિવ્સની મુાલાકાતે જાય તેવી શક્યતા હોવાનું રાજદ્વારી સૂત્રો અને માલદિવ્સના માધ્યમોએ કહ્યું હતું.
૨૦૧૪માં વડા પ્રધાન બન્યા પછી મોદીએ સૌ પ્રથમ ભુટાનની મુલાકાત લીધી હતી.રાજદ્વારી સૂત્રોએ કહ્યું હતું કે જૂનના પ્રથમ સપ્તાહમાં વડા પ્રધાન માલદિવ્સના પ્રવાસે જાય તેવી શક્યતા છે.જ્યારે માલદિવ્સની માધ્યમોએ કહ્યું હતું કે જૂનની સાત-આઠમી એ મોદી માલેમાં આવશે.
વિદેશ મંત્રી સુષમા સ્વરાજે માર્ચમાં માલદિવ્સની મુલાકાત લીધી હતી જે ગયા મહિને પ્રમુખ ઇબ્રાહીમ મોહમ્મદ સાલેહની સરકાર બન્યા પછી ભારતમાંથી ટાપુના આ દેશની પ્રથમ સંપૂર્ણ કક્ષાની મુલાકાત હતી.
મોદીએ નવેમ્બરમાં સોલીહના શપથ વિધિ સમારંભમાં હાજરી આપવા માલદિવ્સની મુલાકાત લીધી હતી અને એ તરફ ઇશારો કર્યો હતો કે જ્યાં ચીન પોતાનો પગ પેસારો કરવા પ્રયાસો કરી રહ્યું છે ત્યાં અમારી પાડોશી સાથેના સબંધો ખૂબ મહત્ત્વના છે.
ગયા સપ્તાહે સોલીહે મોદી બીજી વખત ભારતના વડા પ્રધાન બનતા તેમને અભિનંદન આપ્યા હતા. ગયા વર્ષે પાંચમી ફેબુ્રઆરીએ પૂર્વ પ્રમુખ અબ્દુલ્લાહ યામીને દેશમાં કટોકટી લાદતાં બંને દેશો વચ્ચેના સબંધોમાં કડવાશ આવી હતી.
ભારતે અબ્દુલ્લાહના એ નિર્ણયની ટીકા કરી હતી અને સરકારને ચૂંટાયેલી પાંખની તેમજ રાજકીય પ્રક્રિયાની વિશ્વસનીયતાને ફરીથી બહાલ કરવા કહ્યું હતું. એ કટોકટી ૪૫ દિવસ સુધી રહી હતી અને કેટલાય રાજકીય નેતાઓને જેલમાં પુરી દીધા હતા. ગયા નવેમ્બરમાં યોજાયેલી પ્રમુખપદની ચૂંટણીમાં સોલીહે યામીનને હરાવતા કટોકટી ઉઠાવી લેવામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wi1AE0
No comments:
Post a Comment