
નવી દિલ્હી, તા.26 મે, 2019, રવિવાર
પાતાના ભાષણો વડે મુસ્લિમ યુવાનોને આતંકવાદ માટે ભડકાવનાર કથિત વિવાદિત ઇસ્લામિક ધર્મગુરૃ જાકિર નાઇક અને તેના ટ્રસ્ટને વર્ષો સુધી અજ્ઞાાત શુભ ચિંતકો દ્વારા દાન પ્રાપ્ત થયુ છે. જાકિર નાઇક અને તેના ટ્રસ્ટના બેન્ક એકાઉન્ટની તપાસ દરમિયાન ઇડીને આ માહિતી મળી છે. વર્ષો સુધી ભારતમાંથી અને વિદેશમાંથી નાઇક અને તેના ટ્રસ્ટના એકાઉન્ટમાં કથિત દાન જમા થયુ છે. સાઉદી અરબ, યુએઇ, બહરીન, અરબ, કુવૈત, મલેશિયા સહિતના દેશઓમાંથી દાન મળ્યુ છે. જાકિર નાઇક મુંબઇ સ્થિત ઇસ્લામિક રિસર્ચ ફાઉન્ડેશન નામનો ટ્રસ્ટ ચલાવે છે. ઇડીની તપાસમાં સામે આવ્યુ છે કે આ ટ્રસ્ટના ઘણા બધા બેન્ક એકાઉન્ટ છે જેમાં બધુ દાન જમા થાય છે.
આ બધાનું નિયંત્રણ ૫૩ વર્ષિય જાકિર અબ્દુલ કરીમ નાઇક દ્વારા કરવામાં આવે છે. રિપોર્ટમાં એમ પણ જમાવવામાં આવ્યુ છે કે આ બધા બેન્ક ખાતાઓ સીટા બેન્ક, ડીસીબી બેન્ક અને યુનિયન બેન્કમાં છે. આ બધી તપાસથી ભાગતો નાઇક હાલમાં મલેશિયામાં છે. નાઇક અને તેના ટ્રસ્ટને જેટલુ પણ દાન મળ્યુ છે તે બધા અજ્ઞાાત છે.
કેમકે બધી જ રસીદો પર દાન કરનારના નામની જગ્યા પર શુભ ચિંતક એવુ લખેલુ છે. જે દાન રોકડ રકમમાં મળ્યુ છે માત્ર તેમાં જ દાન કરનાર વ્યક્તિઓના નામ લખેલા છે, તેમાં પણ તેમનો સંપર્ક અથવા તો એડ્રેસ લખેલા નથી. જેનાથી આ બધી એન્ટ્રીઓ બોગસ હોવાની ઇડીને શંકા છે. ઇડીના જણાવ્યા પ્રમાણે ૨૦૦૩-૦૪થી લઇને ૨૦૧૬-૧૭ સુધીમાં ટ્રસ્ટના બેન્ક ખાતામાં ૬૪.૮૬ કરોડ રૃપિયા દાનના નામે જમા થયા છે.
ઉપરાંત ૨૦૧૨થી લઇને ૨૦૧૬ દરમિયાન નાઇખના પોતાના એકાઉન્ટમાં ૪૫ કરોડની રકમ જમા થઇ છે. આ ધનરાશિનો ઉપયોગ મોટાભાગે શાંતિ સંમેલનોના આયોજન, પગાર ચૂકવણી, સાધનોની ખરીદી વગેરે માટે કરવામાં આવ્યો છે. જાકિર નાઇકની આગેવાનીમાં આ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે શાંતિ સંમેલનનું આયોજન કરવામાં આવતા હતું.
જેમાં ભડકાઉ ભાષણ અને ધર્મ પરિવર્ત માટે લોકોને ભડકાવવામાં આવતા હતા. ઇડીએ હાલમાં મુંબઇની એક અદાલતમાં ધનશોધન નિયમ અંતર્ગત નાઇક પર કેસ દાખલ કર્યો છે. જેમાં કહાવામાં આવ્યુ છે કે જાકિર નાઇકે કથિત દાન તરીકે મેળવેલી રકમનો ઉપયોગ ખોટી રીતે કર્યો છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JIlj8r
No comments:
Post a Comment