અબુધાબી ખાતે BAPS હિંદુ મંદિરની ભવ્ય શિલાન્યાસ વિધિ યોજાઇ - E-News Network (Gujarati)

Breaking

Home Top Ad

Post Top Ad

Monday, 6 May 2019

અબુધાબી ખાતે BAPS હિંદુ મંદિરની ભવ્ય શિલાન્યાસ વિધિ યોજાઇ



બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક વડા મહંતસ્વામી મહારાજના સાંનિધ્યમાં અબુધાબી ખાતે બી.એ.પી.એસ. હિંદુ મંદિરની ભવ્ય શિલાન્યાસ વિધિ યોજવામાં આવી હતી. હજારો ભક્તોની ઉપસ્થિતિમાં મહંતસ્વામી મહારાજ અને આરબ રાજવી મંત્રીઓ દ્વારા ઐતિહાસિક શિલાન્યાસ વિધિ કરવામાં આવી હતી. 

ઉલ્લેખનીય છે કે, વિશ્વવંદનીય સંત બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજ ૧૯૯૭માં આરબ ભૂમિ પર પધાર્યા ત્યારે તેઓએ અહીં વસતા હિંદુઓની ધર્મભાવનાનું પોષણ કરવા આરબ ધરતી પર સંસ્કૃતિધામ ભવ્ય હિંદુ મંદિરનું નિર્માણ થાય તેવો સંકલ્પ કર્યો હતો. બે દાયકા બાદ આજે એ સંકલ્પ સાકાર થવાનો શુભારંભ થયો હતો. દુબઇ-અબુધાબી હાઇ-વે પર અલ રાભા ઉપનગરના કિનારે ૨૭ એકરની ભૂમિમાં આ નંદનવન તૈયાર કરાયું છે. 

શિલાન્યાસ વિધિ થવાની હતી તે ૪૫ હજાર ચોસ ફૂટમાં ફેલાયેલા વિશાળ પ્રમુખસ્વામી મંડપમ્ સવારથી જ હરિભક્તોથી છલકાવવા લાગ્યો હતો. આ પ્રસંગે મંદિરના નિર્માણમાં ૨૭ એકર ભૂમિનું દાન કરનારા અબુધાબીના રાજા શેખ ખલિફા બિન ઝાયેદ નહ્યાન તથા ક્રાઉન પ્રિન્સનો પણ બી.એ.પી.એસ. સંસ્થા દ્વારા આભાર માનવામાં આવ્યો હતો. 

એક ઇસ્લામિક દેશની ભૂમિ પર રચાઇ રહેલા આ હિંદુ મંદિરના આર્કિટેક્ચરના પ્લાનિંગનું કાર્ય કેથલિક  ખ્રિસ્તિ આર્કિટેક્ટ દ્વારા કરવામાં આવ્યું છે. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોકલેલા શુભેચ્છા પત્રનું પણ પઠન કરાયું હતું. પ્રસિદ્ધ જૈન ધર્મગુરુ રાકેશભાઇ ઝવેરી આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા.



from Nri news News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J1rMep

No comments:

Post a Comment

Post Bottom Ad

Pages