ભુજ,શનિવાર
ગત વર્ષે વરસાદના અભાવે રામમોલ તેમજ રવિપાકના વાવેતરમાં નોંધપાત્ર ઘટાડો થવા પામ્યો હતો તો બીજી તરફ આ સાલે ઉનાળુ પાક બાજરીના વાવેતરમાં પણ ખેડૂતોએ ઉત્સાહ દેખાડયો નાથી.બાજરીનો વાવેતર મહેનત માંગી લેવાની સાથે ખર્ચાળ હોવાથી ખેડૂતોએ વાવેતર કરવાનું ટાળ્યુ તો બીજી તરફ ગત વર્ષે વરસાદ પણ ઓછો થયો હોવાથી તેની પણ વિપરીત અસર જોવા મળી છે. વધુમાં, પિયતવાળા વિસ્તારમાં જ બાજરીનો વાવેતર કરવામાં આવ્યો છે.
ફેબુ્રઆરી માસાથી જ બાજરીનો વાવેતર શરૃ કરી દેવામાં આવે છે. આ પાક ત્રણ મહિનાનો હોય છે. મે મહિનાના અંતમાં બાજરીની વાઢણી કરવામાં આવે છે. વાવેતર પહેલા તેમજ ડીએપી ખાતર નાખવામાં આવે છે. જો કે છેલ્લા કેટલાક સમયાથી ડીએપી ખાતરના ભાવમાં વાધારો થવાથી ખેડૂતોને આિાર્થક ખર્ચ મોંઘો પડે છે. દર પાણી વખતે પણ યુરીયા ખાતર એકરે ૨૦થી ૨૫ કિલો જોઈતો હોય છે. આઠ જેટલા પાણીમાં યુરિયા ખાતરની જરૃરત રહેતી હોવાથી ખર્ચ વાધતો જ જાય છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે, આ પાકની વાઢણી કરવી ખુબ જ મુશ્કેલ છે.મજુરો દ્વારા જો ધ્યાન રાખવામાં ન આવે તો હાથમાં દાતરડુ લાગવાની શકયતા વાધી જાય છે. અગાઉ તો બાજરીને બળદ તાથા ગાડાને ફેરવતા અને બાજરીને પાકને લણતા હતા જો કે હવે આ બાજરીના પાકને થ્રેસર મશીન દ્વારા કાઢવામાં આવે છે. તો,વાવેતર પછી બાજરી જયારે ઉગે છે ત્યારે રખડતા પશુઓની પણ ચોકી કરવી પડતી હોય છે. પક્ષીઓ પણ બાજરીને નુકશાન પહોંચાડતા હોય છે. ખેડૂતોને રાત દિવસ ઉજાગરો કરવો પડતો હોય છે. આમ, મહેનત કરવી પડતી હોવાથી ખેડુતો પણ બાજરીના વાવેતરાથી મોઢુ ફેરવી રહ્યા છે.
from Bhuj News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JkNw4u
No comments:
Post a Comment