
તાલાલા (ગીર), તા. 5 મે 2019, રવિવાર
તાલાલા પંથકના અમૃત ફળ કેસર કેરીની જાહેર હરરાજીનો આજે રવિવારથી શુભારંભ થયો છે. પ્રથમ દિવસે તાલાલા યાર્ડમાં દશ કિ.ગ્રા.ના ૧૫૦૨૫ બોક્સની આવક થઈ હતી અને ભાવ રૃા. ૨૫૦થી ૮૦૦ સુધીનો રહ્યો હતો. ગત વર્ષે પ્રથમ દિવસે ૧૪૦૯૦ બોક્સની આવક થઈ હતી અને આ વર્ષે પ્રથમ દિવસની આવકમાં વધારો થયો હતો.
તાલાલા માર્કેટીંગ યાર્ડમાં પ્રથમ દિવસે થયેલા વેચાણમાં સારામાં સારી કેસર કેરીના દશ કિ.ગ્રા.ના એક બોક્સનો ભાવ રૃા. ૮૦૦ તથા નબળી કેરીના એક બોક્સનો ભાવ રૂ. ૨૫૦ સાથે સરેરાશ રૂ. ૪૨૫માં વેચાણ થયું હતું. જે ગત વર્ષ કરતા વધુ ભાવ છે. તાલાલા પંથકમાં ગત વર્ષ કરતા કેસર કેરીનો પાક ઓછો હોય, તાલાલા યાર્ડમાં કેસર કેરીના ભાવમાં ગત વર્ષ કરતા આ વર્ષે વધારો થવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.
તાલાલા માર્કેટીંગ યાર્ડ ઉપરાંત તાલાલા શહેર અને ગ્રામીણ વિસ્તારમાંથી પણ કેસર કેરીનું વેચાણ શરૃ થયું છે. તાલાલા પંથકના કેસર કેરીના જથ્થાબંધ વેપારીઓના જણાવ્યા પ્રમાણે, તાલાલા યાર્ડ સિવાય તાલાલા શહેર તથા ગ્રામીણ વિસ્તારના આંકોલવાડી, માધુપુર ગીર, ધાવા ગીર, મોરૃકા ગીર, હડમતીયા ગીર, ઉમરેઠી ગીર, બામણાસા ગીર, વાડલા ગીર સહિતના તાલાલા પંથકના વિવિધ ગામોમાંથી દરરોજ ૩૦થી ૩૫ હજાર કેરીના બોક્સ અમદાવાદ, રાજકોટ, જુનાગઢ, ગોંડલ, જામનગર, પોરબંદર સહિતના સેન્ટરોમાં વેચાણ માટે જઈ રહ્યા છે.
તાલાલા પંથકમાં આગોતરો કેસર કેરીનો પાક ઝડપથી એકી સાથે વેચાણમાં આવતા સીઝનની શરૃઆતમાં ગત વર્ષ કરતા આવકમાં વધારો જોવા મળે છે.
from Rajkot News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J4DtBd
No comments:
Post a Comment